________________
પ્રાસ્તાવિક
વૈતાલપંચવિંશતિકા, વિક્રમચરિત, પંચદંડછત્રપ્રબંધનું – પ્રણયન કર્યું. એટલું જ નહિ, તેમની ઉદાર સાહિત્યસેવાથી પ્રભાવિત થઈ અન્ય ધર્મ અને સંપ્રદાયના અનુયાયીઓ તેમની પાસે પોતાના દેવમંદિરો માટે કાવ્યમય અભિલેખો લખાવી તે સ્થાનોમાં લગાવતા હતા. ઉદાહરણાર્થ, ચિત્તોડના મોકલજી મંદિર માટે દિગંબરાચાર્ય રામકીર્તિ (વિ.સં. ૧૨૦૭) પાસે પ્રશસ્તિ લખાવવામાં આવી હતી. તેવી જ રીતે, રાજસ્થાનની સુગંધ પહાડીના ચામુંડાદેવીના મંદિર માટે બૃહદ્ગચ્છીય જયમંગલસૂરિ પાસે અને ગ્વાલિયરના કચ્છવાહોના મંદિર માટે યશોદેવ દિગંબર પાસે અને ગુહિલોત વંશના ઘાઘસા અને ચિર્વા સ્થાનો માટે રત્નપ્રભસૂરિ પાસે શિલાલેખો લખાવવામાં આવ્યા હતા.
આમ આપણે આ આલોચ્ય યુગમાં (પાંચમીથી આજ સુધી) જૈન કાવ્યસાહિત્યના સર્જનમાં અનેક પ્રકારની પ્રેરણાઓ જોઈએ છીએ, તેમાંથી કેટલીક પ્રધાન છે – (૧) ધર્મોપદેશ અને ધાર્મિક ભાવના
૧૯
(૨) ગચ્છીય અનુયાયીઓનો અનુરોધ
(૩) ગચ્છીય સ્પર્ધા
(૪) ઐતિહાસિક અને સમકાલીન પ્રભાવક પુરુષોનાં આદર્શ જીવનનું ચિત્રણ કરવાની પ્રેરણા
(૫) જૈનેતર મહાકવિઓ અને કાવ્યોની સમકક્ષતાએ પહોંચવાની કે તેમની શૈલીનું અનુકરણ કરવાની ભાવના
(૬) ધાર્મિક ઉદારતા, નિષ્પક્ષતા અને સહિષ્ણુતા ભારતીય કાવ્યસાહિત્ય અને જૈન કાવ્યસાહિત્ય
સાહિત્ય ‘સાહિત્ય’શબ્દ સહિતમાંથી નિષ્પન્ન થયો છે. સાહિત્યમાં સામૂહિકતાનો ભાવ છે. તેમાં શબ્દ અને અર્થના સહભાવ દ્વારા આ લોક, ૫૨ લોક, મિત્ર, શત્રુ, સજ્જન, દુર્જન બધાન! સમાન હિતનું પ્રતિપાદન થાય છે. ‘સાહિત્ય' શબ્દનો પ્રયોગ વ્યાપક અને સંકુચિત બંને અર્થમાં થાય છે. કેટલીક ઉપાધિઓ સાથે તે વ્યાપક અર્થમાં પ્રયોજાય છે, જેમ કે ભારતીય
--
૧. જૈન શિલાલેખ સંગ્રહ, ત્રીજા ભાગની પ્રસ્તાવના (મા. દિ. જૈ. ગ્ર.), મુંબઈ, ૧૯૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org