SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક સાહિત્ય ૩૯૯ આ પદ્યમાં ઈતિહાસના રૂપમાં અવન્તિ ભટોની હાલતનું વર્ણન છે. તેઓ વૃદ્ધયુવાન બધા પોતાના દુર્ગની રક્ષામાં લાગી ગયા અને ચૌલુક્ય સેનાના યુદ્ધનગારાઓના અવાજથી ડર્યા નહિ. આમાં હેમચન્દ્ર દીર્ઘકાલ ચાલનારા યુદ્ધના એક દશ્યનું વર્ણન કરતા જણાય છે જે યુદ્ધનાં વિવરણોને તેમણે નિઃસંદેહ સાંભળ્યાં છે. પરંતુ આ પદ્યમાં હેમવ્યાકરણના ચોથા અધ્યાયના પ્રથમ પાટનાં ૧-૬ તથા ૧૧ સૂત્રોનાં ઉદાહરણો દેવામાં આવ્યાં છે. સંભવ છે કે આ પદ્ય ઈતિહાસ અને વ્યાકરણ બન્ને ઉદેશ્યોની પૂર્તિ કરે છે. આ પ્રકારનાં અનેક પડ્યો છે. અહીં બીજો નમૂનો રજૂ કરીએ છીએ : सुप्रेयसी कसणया बहु विष्णुमित्र ग्रामेऽप्यभूत् ससुत एव जनो नृपेऽस्मिन् । सुभ्रातृपुत्रसहिते क्षतनाडिकृत्त, તંત્રી - - કવત્તિમાય ન રેવતપિ છે. આ પદ્યમાં કુમારપાલની અમારિ ઘોષણાના પ્રભાવનું વર્ણન છે, સાથે સાથે હેમવ્યાકરણનાં પાંચ સૂત્રો ૭. ૩. ૧૭૬-૧૮૦નાં ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં છે. “સુઝાતૃ[ત્રહિતે પદની ટીકાકાર અભયતિલકગણિએ વ્યાખ્યા કરીને અર્થ કાઢ્યો છે કે અજયપાલ કુમારપાલના ભત્રીજા હતા પરંતુ એક સમકાલીન સ્રોતમાંથી જાણવા મળે છે કે અજયપાલ કુમારપાલનો પુત્ર હતો. આ ઉપરથી જણાય છે કે હેમચન્ટે કરેલા શબ્દોના વિચિત્ર પ્રયોગને કારણે ટીકાકારે પુત્રને ભત્રીજો સમજી લીધો પરંતુ આ પદ્ય દ્વારા કુમારપાલની અમારિ ઘોષણાના પ્રભાવનું વર્ણન કરવામાં હેમચન્દ્ર સફળ રહ્યા છે. અહીં હવે એક એવા પદ્યને દર્શાવીએ છીએ જેમાં હેમચન્દ્ર ઈતિહાસ અને વ્યાકરણ બન્નેના ઉદેશ્યને પૂર્ણ કરેલ છે પરંતુ અગાઉ આપેલા પદ્યમાં તેમ કરવામાં તે અસફળ રહ્યા છે. તેમણે ૧૪મા સર્ગના ૭રમા પદ્યમાં વર્ણન કર્યું છે કે સિદ્ધરાજે યશોવર્માને, જે એક પ્રકારની ચકલી જેવો હતો તેને, હરાવ્યો; પરંતુ આગળ १. शोभनो भ्राता कुमारपालो यस्य स सुभ्राता महीपालदेवस्तस्य पुत्रोऽजयपालदेवस्तेन सहिते। ૨. સુરથોત્સવ, ૧૫.૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy