SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ જૈન કાવ્યસાહિત્ય જયસિંહના દૈવી ચમત્કારોથી ભરપૂર વિવિધ વિજયો, ધાર્મિક કાર્યો તથા સ્વર્ગપ્રાપ્તિનું વર્ણન છે. સોળમા સર્ગમાં કુમારપાલની રાજયપ્રાપ્તિ તથા તેણે કરેલા અનેક નરેશોના વિદ્રોહના શમનનું વર્ણન છે. વિજયપ્રસંગે આબુ પર્વત ઉપર તેના આગમનનું તથા આબૂના માહાભ્યનું વર્ણન છે. સત્તરમા સર્ગમાં રાત્રિ, ચન્દ્રોદય, સુરત આદિનું વર્ણન છે. અઢારમા સર્ગમાં કુમારપાલના પ્રસ્થાનનું અને ઓગણીસમામાં અર્ણોરાજ સાથેના યુદ્ધનું વર્ણન છે. વસમા સર્ગમાં અમારિ ઘોષણા, મૃતકધનઅગ્રહણ, મંદિરનિર્માણ વગેરે કુમારપાલનાં લોકોપકારી કાર્યોનું વર્ણન છે. આ સર્ગમાં કુમારપાલસંવત ચાલુ થયાનો ઉલ્લેખ છે. પ્રાકૃતજ્યાશ્રયના પ્રથમ સર્ગમાં અણહિલપુરમાં ચારણો દ્વારા કુમારપાળની કીર્તિનું વર્ણન તથા શયનોત્થાનથી લઈને શ્રમગૃહગમન સુધીની કુમારપાલની દિનચર્યાનું વર્ણન આવે છે. બીજા સર્ગમાં મલશ્રમ, કુંજરયાત્રા, જિનમન્દિરયાત્રા, જિનપૂજા વગેરેનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં ઉપવન, વસન્તશોભા આદિનું વર્ણન છે. ચોથાસર્ગમાં ગ્રીષ્મવર્ણન અને પાંચમામાં અન્ય ઋતુઓના વિહાર વગેરેનું સાલંકાર વર્ણન છે. છઠ્ઠામાં ચન્દ્રોદયવર્ણન છે. તે જ સર્ગમાં રાજદરબારમાં સન્ધિવિગ્રહિકનીવિજ્ઞાતિ દ્વારા કોંકણાધીશ મલ્લિકાર્જુન ઉપર વિજય થવાથી કુમારપાલદક્ષિણાધીશ બની ગયાના તથા પશ્ચિમ દિશાના અનેક રાજાઓએ કુમારપાલની અધીનતા સ્વીકારી લીધાના અને કાશી, મગધ, ગૌડ, કાન્યકુબ્ધ, દશાર્ણ, ચેદિ, જંગલદેશવગેરે દેશના રાજાઓએ કુમારપાલની અધીનતા ગ્રહણ કરી લીધી હોવાના સમાચાર આપવામાં આવ્યા છે. ત્યાર પછી કુમારપાલના શયનનું વર્ણન છે. સાતમા સર્ગના પ્રારંભમાં રાજાની પરમાર્થચિત્તાનું વર્ણન છે. પહેલાં આચાર્યોની સ્તુતિ અને પછી શ્રુતદેવતાની સ્તુતિ આપવામાં આવી છે. આઠમા સર્ગમાં શ્રુતદેવીનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ વર્ણનમાં કવિએ વિષયની પસંદગી અને ત્યાગમાં વિચારપૂર્વક કામ લીધું છે. અહીં યાશ્રયકાવ્યની ઐતિહાસિકતા વિચારતી વખતે એ જાણી લેવું આવશ્યક છે કે હેમચન્દ્ર પોતાના દયાશ્રયકાવ્યના કેટલાક ખાસ પદ્યો દ્વારા વ્યાકરણનાં ઉદાહરણોમાં ઈતિહાસ ગર્ભિત કરવાના પ્રયત્નમાં ક્યાં સુધી સફળતા યા અસફળતા પ્રાપ્ત કરી છે. - અહીં આપણે તદ્ધિત પ્રત્યયોનાં ઉદાહરણો માટે રજૂ કરવામાં આવેલા એક પદ્યને લઈએ : तत्तद्धितं कर्तृभिरात्मभर्तुः, समेत्य वृद्धैर्युवभिः क्षणाद्वा । दुष्टैरथावन्तिभटैः स वप्रोऽध्यारोह्य भीतैः रणतूर्यवाद्यात् ॥ १४. ३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy