________________
૪૦૦
એક પદ્યમાં કહ્યું છે કે યશોવર્માને હરાવ્યા પછી સિદ્ધરાજ જયસિંહે અનેક સીમાવર્તી રાજાઓને પરાજિત કર્યા. તેમાંથી એક એક રાજાને લઈને તેમની તુલના ભિન્ન ભિન્ન પ્રાણીઓ સાથે કરી છે અને કહ્યું છે કે સિદ્ધરાજે તેમને એવી રીતે બંધનમાં રાખ્યા જેવી રીતે પશુપક્ષીઓને બંધનમાં રાખવામાં આવતા હતા. જો કે આ પઘમાં, બીજાં સાધનો દ્વારા આપણે જાણીએ છીએ તે મુજબ, સંસ્કૃત કાવ્યને અનુકૂળ વેશમાં બરાબર માહિતી આપવામાં આવી છે પરંતુ આગળનું પઘ તો ૬.૧. ૮૧-૯૬નાં કેવળ ઉદાહરણોના રૂપમાં છે. તેમાંથી ઐતિહાસિક તથ્ય કાઢવું એ ખરેખર ભ્રાન્તિ છે. આ જાતનાં અનેક પદ્યો છે. ઉદાહરણ માટે હેમચન્દ્ર કહે છે કે ગ્રાહરિપુની પત્નીનું નામ નીલી હતું (૪.૪૮). અહીં તરત જ આપણને સંદેહ થાય છે, કારણ કે હેમચન્દ્ર પાસેથી એ આશા રાખવી કઠિન છે કે તે પેલી રાણીનું નામ જાણે જેના પતિને મૂળરાજે ઈ.સ.ની દસમી સદીમાં પરાજિત કર્યો હોય. હેમચન્દ્રે આપેલી માહિતીના સ્રોતોની આપણે સુગમતાથી શોધ કરી શકીએ છીએ. હેમચન્દ્રે પોતાના એક સૂત્ર ૨.૪.૨૪ના ઉદાહરણમાં પોતાની લઘુવૃત્તિમાં પણ નીલી શબ્દ આપ્યો છે. લઘુવૃત્તિ ચાશ્રયકાવ્ય પહેલાં રચાઈ ગઈ હતી. એ સ્પષ્ટ છે કે નીલીનું કોઈ સાચું અસ્તિત્વ જ નથી, તેને તો સૂત્રનું ઉદાહરણ રજૂ કરવાની સુવિધા અને આવશ્યકતા માટે ઉપજાવી કાઢવામાં આવેલ છે.
વળી, એક બીજા પ્રસંગમાં હેમચન્દ્રે નિર્દેશ કર્યો છે કે મૂલ૨ાજના ત્રણ મિત્ર રાજાઓ હતા – રેવતીમિત્ર, ગંગમહ અને ગંગામહ (૪.૧.૨), પરંતુ લઘુવૃત્તિ જોવાથી જાણવા મળે છે કે તે ત્રણ એક સૂત્ર ૨.૪.૯૯નાં ઉદાહરણો રૂપ છે. આવાં સંયોગ અને નામ દુર્લભ છે એટલે વધુ સંભવ તો એ છે કે આવા નામધારીઓ મૂલરાજના મિત્ર રાજાઓ હતા નહિ. આ સંભાવના વધુ દૃઢ ત્યારે બની જાય છે જ્યારે આપણે જાણીએ છીએ કે લક્ષ્મીકર્ણના દરબારમાં ભીમનો દૂત ડિંગ મારે છે કે ભીમના મિત્ર રાજાઓ ઘણા હતા જેમનાં વિચિત્ર નામો યન્તિ, રન્તિ, નન્તિ, ગન્તિ, હન્તિ વગેરે હતાં (૯.૩૬). ખરેખર તો આ શબ્દોને પોતાની લઘુવૃત્તિમાં હેમચન્દ્રે ‘1 ત્તિ જિ વીર્યશ્ચ' સૂત્રનાં ઉદાહરણો તરીકે આપ્યા છે જેમના ‘’ને દીર્ઘ ન કરવાનો નિર્દેશ છે. સ્પષ્ટ છે કે આ પઘનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી.
જૈન કાવ્યસાહિત્ય
હેમચન્દ્રના સમકાલમાં આવતાં આપણે જોઈએ છીએ કે કુમારપાલ વિરુદ્ધ લડનાર અર્ણોરાજના મિત્ર રાજાઓનાં નામ લઘુવૃત્તિમાં અનેક સૂત્રોનાં (૬.૩.૬૨૫) ઉદાહરણ તરીકે આપવામાં આવ્યાં છે પરંતુ ચાહડનું નામ, જે ચાહડે હેમચન્દ્ર અનુસાર પણ કુમારપાલ વિરુદ્ધ અર્ણોરાજનો પક્ષ લીધો હતો તેમનું નામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org