SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જૈન કાવ્યસાહિત્ય જ સિદ્ધસેને (સિંહસેને) સં. ૧૨૧૩માં પ્રતિષ્ઠા કરાવી હતી. આ આધારે સિદ્ધસેનના પ્રશિષ્ય વીરદેવગણિનો સમય તેરમી સદીના ઉત્તરાર્ધ આવે છે. બીજી બે રચનાઓ સંસ્કૃત કાવ્યના રૂપમાં મળે છે. એકના કર્તા ચારિત્રસુન્દરગણિ છે, તે બૃહત્તપાગચ્છમાં રત્નાકરસૂરિની પરંપરામાં અભયસિંહસૂરિ-જયતિલકરત્નસિંહના શિષ્ય હતા. વિન્ટરનિટ્સે આ કૃતિમાં ૧૪ સર્ગ હોવાનું લખ્યું છે. જિનરત્નકોશમાં તેનો ગ્રન્થાઝ ૮૯૫ શ્લોકપ્રમાણ દર્શાવ્યો છે. ચારિત્રસુન્દરે આ કાવ્યની રચના ક્યારે કરી હતી તે નિશ્ચિતપણે જાણવા મળ્યું નથી પરંતુ તે ૧૫મીના અત્તે અને ૧૬મીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેમણે શુભચન્દ્રમણિના અનુરોધથી દશ સર્ગોવાળું કુમારપાલચરિત કાવ્ય ૨૦૩૨ શ્લોકોમાં સં. ૧૪૮૭માં રચ્યું હતું અને ૧૪૮૪ કે ૧૪૮૭માં શીલદૂતકાવ્ય અને પછી આચારોપદેશની રચના તેમણે કરી હતી. તેમણે કેટલીક પ્રતિષ્ઠાઓ સં. ૧૫૨૩ સુધી કરાવી હતી. બીજી સંસ્કૃત કૃતિમાં પાંચ સર્ગ છે. તેના કર્તા છે તપાગચ્છના રત્નનન્દિના શિષ્ય ચારિત્રભૂષણ. પોતાની ગુરુપરંપરાને વિજયચન્દ્રથી પ્રારંભ કરી રત્નાકરસૂરિની પરંપરામાં અભયનન્દિ-જયકીર્તિ-રત્નનન્દિનાં નામો આપ્યાં છે. પરંતુ અભયનદિ આદિ નામ ઉક્ત ગચ્છની પરંપરામાં નથી મળતાં. તેના બદલે અભયસિંહ, જયતિલક અને રત્નસિંહ મળે છે. ચારિત્રભૂષણને બદલે ચારિત્રસુન્દરની કેટલીક કૃતિઓ મળી છે. સંભવત: ચારિત્રભૂષણ અને તેમની ગુરુપરંપરા નામ ભિન્ન હોવાથી પૃથફ રહી હોય. એ પણ સંભાવના છે કે ચારિત્રભૂષણ અને ચારિત્રસુન્દર એક જ વ્યક્તિ હોય. મુગ્ધકથાઓ ભરતકાર્નિંશિકા- આ બત્રીસ કથાઓનો સંગ્રહ છે. આ મુગ્ધ (મૂર્ખ, વિટ) ૧. પટ્ટાવલીસમુચ્ચય, પૃ. ૨૦૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૮; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૯ અને ૧૯૧૭. ૩. એજન; આ કાવ્યની હસ્તપ્રત જૈન સિદ્ધાન્ત ભવન આરામાં (ઝ/૧૩૨) ૨૪ પત્રોમાં છે; વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. નેમિચન્દ્ર સાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસમેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૬૭-૬૭૧. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૯૨; જે. હર્ટલ દ્વારા સંપાદિત, લિઝીગ, ૧૯૨૧; હર્ટલનો મત છે કે આ કાત્રિશિકાના લેખક ગુજરાત નિવાસી કોઈ જૈન વિદ્વાન હોવા જોઈએ. આવી કથાઓ ૪૯૨ ઈ.સ. પૂર્વે પણ મોજૂદ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy