SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય મોકલ્યો પરંતુ તેણે રાજપુત્રી અને ધનના લોભમાં તેને કપટથી સમુદ્રમાં નાખી દીધો. ત્યાર પછી અથર્વણ મંત્રીએ રાજપુત્રી સાથે પ્રેમ કરવા ઈછ્યું. રાજપુત્રી પણ તેને જૂઠું આશ્વાસ આપી પોતાના શીલની રક્ષા કરવા માટે ચક્રેશ્વરી દેવીની ઉપાસના કરવામાં લાગી ગઈ. આ બાજુ મહીપાલ સમુદ્રમાં પડ્યા પછી એક મોટી માછલીને આધારે કિનારે આવી ગયો અને ત્યાં તેણે રત્નસંચયપુરના રાજાની પુત્રી શશિપ્રભા સાથે લગ્ન કર્યા અને તેને ત્રણ ચમત્કારી વસ્તુઓ મળી : પહેલી જાદૂઈ શય્યા જેના પર બેસી તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકતો હતો, બીજી જાદૂઈ લાકડી જેના વડે તે અજેય બની ગયો, અને ત્રીજી વસ્તુ તે સર્વકામિત મન્ત્ર જેનાથી તે ઈચ્છે તે રૂપ ધારણ કરી શકતો હતો. મહીપાલને તે જ નગરમાં પોતાની બે પૂર્વપત્નીઓ મળી ગઈ. તે વિદ્યાઓની મદદથી તેણે કેટલાય ચમત્કારો બતાવ્યા. તેથી પ્રસન્ન થઈને ત્યાંના રાજાએ તેને પોતાનો મંત્રી બનાવ્યો અને પોતાની પુત્રી ચન્દ્રશ્રી સાથે તેના લગ્ન કરાવી આપ્યા. ત્યાર બાદ તે પોતાની ચારે પત્નીઓને લઈને પોતાની પૂર્વ નગરી ઉજ્જયિનીના રાજા પાસે પાછો આવ્યો અને રાજાએ પણ તેના ચમત્કારો જોઈ તેનું સન્માન કર્યું. છેવટે મહીપાલે જૈની દીક્ષા લીધી અને સંયમ પાળી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. મહિવાલકહા – ઉક્ત કથાનક ઉપર આ સર્વપ્રથમ રચના છે. તે પ્રાકૃતમાં છે અને તેમાં ૧૮૨૬ ગાથાઓ છે. તે અધ્યાય આદિમાં વિભાજિત નથી. તેની ભાષા સરસ અને સરળ છે. વચ્ચે વચ્ચે અનેક ઉપદેશ અને અવાન્તર કથાઓ આપવામાં આવી છે. વર્ણનપ્રસંગે નમસ્કારમન્ત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવતા, યક્ષકુલદેવતા વગેરેની પૂજા, બલિ આદિ પ્રથાઓનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. તેના કર્તા વીરદેવગણ છે. કૃતિના અંતે ચાર ગાથાઓમાં તેમણે પોતાની કેવળ ગુરુપરંપરા જ આપી છે. તે મુજબ ચન્દ્રગચ્છમાં ક્રમશઃ દેવભદ્ર-સિદ્ધસેનમુનિચન્દ્રસૂરિ થયા. તેમના શિષ્ય પ્રસ્તુત કૃતિના કર્તા છે. આ કૃતિનો રચનાસંવત આપ્યો નથી પરંતુ કર્તાના દાદાગુરુ અને પરદાદાગુરુની કેટલીય રચનાઓ મળે છે. ચન્દ્રગચ્છના દેવભદ્રે પ્રાકૃત શ્રેયાંસચરિત્રની રચના (વિ.સં.૧૨૪૮ પહેલાં) કરી હતી અને સિદ્ધસેને સં. ૧૨૪૮ પહેલાં પદ્મપ્રભચરિત્રની તથા ઉક્ત સંવતમાં પ્રવચનોદ્વાર પર તત્ત્વવિકાશિની ટીકા અને સ્તુતિઓ રચી હતી. સંભવતઃ આ .. ૩૮૫ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૪; હીરાલાલ દેવચન્દ્ર શાહ, શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ, સં. ૧૯૯૮. ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy