________________
કથાસાહિત્ય
૩૮૭
કથાઓનું સુન્દર ઉદાહરણ છે. તેનો ઉદ્દેશ એ દર્શાવવાનો છે કે જેવી રીતે ધૂર્તો અને ઠગોનાં રહસ્યો જાણીને તેમનાથી પોતાની જાતને બચાવી લેવી જોઈએ તેવી જ રીતે મૂર્ણોની મૂર્ખતાથી પણ પોતાની જાતને બચાવવી જરૂરી છે. આમાં મુગ્ધ કથાઓના બહાને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા પુરુષને અપ્રત્યક્ષ રૂપે શિક્ષા આપવામાં આવી છે. કથાકારે પોતે જ ગ્રન્થરચનાનું પ્રયોજન પ્રગટ કર્યું છે : સંસારમાં નિઃશ્રેયસની પ્રાપ્તિના ઈચ્છુક લોકોએ સદેવ પોતાના સદાચરણના જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. આ સદાચરણનું પરિજ્ઞાન મૂર્ખજનોનાં ચરિતો વાંચી થઈ શકે છે. આ ચરિત્રોને લેખક પોતાની બુદ્ધિથી કલ્પિત ઘટનાઓ અને પ્રસંગોના અનર્થદર્શન દ્વારા અભિવ્યક્ત કરે છે. આ પ્રકારની અભિવ્યક્તિ તથા મૂર્ખજનો દ્વારા વ્યવહત આચરણના પરિવાર માટે લેખકે ભટકતાત્રિશિકાની રચના કરી છે.
આ સંગ્રહમાં અનેક લંપટો, વંચકો, ધૂર્તોનું સરસ ચિત્રણ જોવા મળે છે. આમાં અધિકાંશ કથાઓ શૈવપંથી સાધુઓના ઉપહાસથી ભરેલી છે. પાંચમી કથામાં ગ્રામ કવિની તુલના શૈવ ઉપાસક સાથે કરવામાં આવી છે. સાતમી કથામાં એવા એક મૂર્ખ શિષ્યની કથા છે જે ધીરે ધીરે ૩૨ બાટી ખાઈ જાય છે પણ શૈવ ગુરુને એક પણ આપતો નથી. તેરમી કથામાં સ્વર્ગની ગાયની કથા છે અને સોળમીમાં એક જટાધારી શૈવ ચેલાની.
આ જાતની પ્રકીર્ણ કથાઓ આગમોની નિયુક્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્યોમાં ઠેર ઠેર વિખરાયેલી પડી છે. રાજશેખરસૂરિના કથાકોશ અપરનામ વિનોદકથાસંગ્રહમાં કેટલીય કથાઓ આ શ્રેણીની છે. નીતિકથાસાહિત્ય
નીતિકથાનો અર્થ છે નીતિવિષયક પાઠ શીખવનાર થાઓ. આ કથાઓમાં અધિકતર પાત્ર માનવેતર ક્ષુદ્ર પ્રાણી હોય છે. નીતિકથા એક કલ્પિત કથા છે, તેના વાચ્યકથાનકમાં કોઈ પણ પ્રકારની યથાર્થતા નથી હોતી.
૧. મરીઝ તવ પટ્ટા નંવ મુદ્દા સમુદ્ધા
न पठति न गणंते नेव कव्वं कणंते ।। वयमपि न पठामो किन्तु कव्वं कुणामो।
तदपि भुख मरामो कर्मणा कोऽत्र दोषः ।। ૨. મૂર્ણશિષ્યો ઊર્તવ્યો ગુરુ સુરચ્છિતા !
विडम्बयति सोत्यन्तं यथा बटकभक्षकः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org