SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ મૃગજચરિત હિંસાના દોષોથી બચવા માટે તીવ્ર તપસ્યા કરી કૈવલ્ય પ્રાપ્ત કરનાર રાજપુત્ર મૃગજની કથા' બૃહત્કથાકોશ(રિષણ)માં આપવામાં આવી છે. સ્વતન્ત્ર રચનાના રૂપમાં ખરતરગચ્છીય પદ્મકુમારે ૮૩ ગાથાઓમાં આની રચના કરી છે. રચનાસમય અજ્ઞાત છે પરંતુ ગુજરાતીમાં આ જ પદ્મકુમારકૃત મૃગજચોપાઈ મળે છે જેનો રચનાકાળ સં. ૧૬૬૧ આપ્યો છે. - પ્રીતિકરમહામુનિચરિત – પ્રીતિકરમુનિના ચરિત્ર ઉપર દિગંબર કવિઓની સંસ્કૃત રચનાઓ મળે છે. બ્રહ્મ. નેમિદત્તની કૃતિમાં પાંચ સર્ગ છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૯૪૫ની મળી છે. બીજી સંસ્કૃત રચના ભટ્ટારક નરેન્દ્રકીર્તિની મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી. નરેન્દ્રકીર્તિ સત્તરમી સદીના અંતિમ તથા અઢારમી સદીના પ્રથમ દશકાના વિદ્વાન હતા. પંચ ણમોકાર મન્ત્રના પ્રભાવથી અનેક સુખો મળે છે, ભવ પાર થઈ જાય છે, દેવગતિ મળે છે. આ કથા ણમોકાર મન્ત્રનું માહાત્મ્ય દર્શાવવા માટે ૬૦૫ સંસ્કૃત શ્લોકોમાં રચવામાં આવી છે. રચનાસમય જ્ઞાત નથી પરંતુ આ રચનાના આધારે સં. ૧૫૮૭માં સાંડે૨ગચ્છના ધર્મસાગરના શિષ્ય ચહથે ગુજરાતીમાં આરામનન્દનચોપઈની રચના કરી છે. આરામનન્દનકથા પ્ - જૈન કાવ્યસાહિત્ય અજાપુત્રકથાનક – પુણ્યથી સાહસ, સદ્ભાવ, કીર્તિ વગેરે બધું મળે છે. આના દૃષ્ટાન્ત તરીકે અજાપુત્ર (આઠમા તીર્થંકરના પ્રથમ ગણધર)ની કથા ઉ૫૨ બે રચનાઓ મળે છે. એક રચના ૫૬૧ શ્લોકોમાં છે અને બીજી ગદ્યમાં છે. એકના કર્તા જિનમાણિક્ય છે અને બીજીના માણિક્યસુન્દરસૂરિ (૧૬મી સદી) છે. આ કથા ઉપર ગુજરાતીમાં કેટલાય રાસ પણ મળે છે. ૧-૨.કથા સં. ૧૨૧ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૧૩ ૪. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૬૨ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૮૧ ૬. એજન, પૃ. ૩૩ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૭૫૮ ૮. જિનરત્નકોશ, પૃ.૨ ૯. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૫૩૭, ૫૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy