SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૨૧ ચાણક્યર્ષિકથા – ચાણક્યનું ચરિત્ર હરિફેણે બૃહત્કથાકોશમાં અને હેમચન્દ્રાચાર્યે પરિશિષ્ટપર્વમાં આપ્યું છે. તેના ઉપર દેવાચાર્યની ઉક્ત સ્વતન્ત્ર રચના મળી છે.' રચનાકાળ આપવામાં આવ્યો નથી. મિત્રચતુષ્કકથા – સ્વદારસન્તોષવ્રતનું માહામ્ય દર્શાવવા માટે સુમુખનૃપાદિમિત્રચતુષ્કકથા અપરનામ મિત્રચતુષ્કકથાની ૫૧૭ શ્લોકોની રચના તપાગચ્છીય સોમસુન્દરસૂરિના શિષ્ય મુનિસુન્દરસૂરિએ સં. ૧૪૮૪માં કરી છે. તેનું સંશોધન લક્ષ્મીભદ્રસૂરિએ કર્યું હતું. . કોઈ સંયમરત્નસૂરિએ પણ મિત્રચતુષ્કકથા (ઝન્યાગ્ર ૧૬૩૧)ની રચના કરી ઉક્ત વ્રતના માહાભ્યને પ્રકટ કરવા માટે ૫. રામચન્દ્રમણિએ ૧૧ સર્ગોવાળું એક સુમુખનૃપતિકાવ્ય સં. ૧૭૭૦માં રચ્યું છે. આ કાવ્યની એક ત્રુટિત પ્રતિ પ્રાપ્ત થઈ છે. ધનદેવ-ધનદત્તકથા – આને ધનદત્તકથા, ધનધર્મકથા પણ કહે છે. સુપાત્રને ભુક્તિદાન કરવાથી પાપો દૂર થઈ જાય છે અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ વાતને દર્શાવવા માટે ધનદેવ અને ધનદત્તની કથા આપવામાં આવી છે. આના ઉપર સૌપ્રથમ કૃતિ સંસ્કૃત ૪૪૦ શ્લોકોમાં નિબદ્ધ તપાગચ્છના મુનિસુન્દરની મળે છે. રચનાસંવત્ ૧૪૮૪ આપવામાં આવેલ છે. બીજી રચના તપાગચ્છીય અમરચન્દ્રની છે. અમરગ્નન્દ્રનો સમય ૧૭મી સદીના ઉત્તરાર્ધ છે. તેમની ગુજરાતી રચનાઓ કુલધ્વજકુમાર (સં.૧૬૭૮) અને સીતાવિરહ (સં.૧૯૭૯) મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૨ ૨. એજન, પૃ. ૩૦૯, ૪૪૭; જૈન આત્માનન્દ સભા, ગ્રજ્યાંક ૭૫, ભાવનગર; ગુજરાતી અનુવાદ પણ ત્યાંથી સં. ૧૯૭૯માં પ્રકાશિત. ૩. એજન ૪. શ્રમણ, વર્ષ ૧૯, અંક ૮, પૃ. ૩૦-૩૧માં શ્રી અગરચન્દ નાહટાનો લેખ “પં. રામચન્દ્રરચિત સુમુખનૃપતિકાવ્ય' પ-૬ જિનરત્નકોશ, પૃ. ૧૮૬, ૧૮૭ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૫૭, ૫૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy