SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૧ સંસ્કૃતમાં ઉક્ત કથા ઉપર કુશલરુચિષ્કૃત એક કૃતિ છે, તેની હસ્તપ્રત સં.૧૫૬૪ની મળે છે. બીજી ચારિત્રોપાધ્યાયકૃત સં. ૧૯૧૩ની મળે છે. પ્રાકૃતમાં ૩૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ રચના છે. તેના કર્તાનું નામ જ્ઞાત નથી. વળી એક અજ્ઞાતકર્તૃક રચનાનો ઉલ્લેખ મળે છે. નાગદત્તકથા — - નાગદત્તની કથા કેટલાય પ્રસંગોના ઉદાહરણ તરીકે રજૂ કરાઈ છે. આવશ્યકનિર્યુક્તિના પ્રતિક્રમણ અધ્યયનમાં નાગદત્તની કથા આવી છે. હરિષણના બૃહત્કથાકોશમાં (૧૦મી સદી) નિર્મોહિતાના ઉદાહરણ તરીકે નાગદત્તની કથા આપવામાં આવી છે. કેટલાય કથાકોશોમાં અદત્તગ્રહણના ઉદાહરણ તરીકે આ કથા કહેવામાં આવી છે. એક રચના` અષ્ટાહ્નિકા પર્વના માહાત્મ્યને સૂચિત કરવા માટે પણ રચવામાં આવી છે. પ્રાકૃતમાં ૧૦૦૦ ગ્રન્થાગ્રનું નાગદત્તચરિયું* (અજ્ઞાતકર્તૃક) પણ મળે છે. વિક્રમસેનચરિત આમાં રાજા વિક્રમસેનના સમ્યક્ત્વલાભથી લઈને સર્વાર્થસિદ્ધિ વિમાન જવા સુધીનું વૃત્તાન્ત પ્રાકૃત છંદોમાં આલેખવામાં આવ્યું છે. સાથે સાથે દાન, તપ, ભાવનાના પ્રસંગોમાં ૧૪ કથાઓ પણ આપવામાં આવી છે. આ એક ઉપદેશકથાગ્રન્થ છે. તેના કર્તાએ પોતાના નામમાં પદ્મચન્દ્રશિષ્ય એટલું જ કહ્યું છે. રચનાકાળ અજ્ઞાત છે. = અન્નિકાચાર્ય-પુષ્પચૂલાકથા આમાં તપસ્વી અત્રિકાચાર્ય અને સાધુઓની સતત વૈયાવૃત્ય (સેવા) કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારી મહિલા પુષ્પચૂલાની કથા આપવામાં આવી છે. શુભશીલગણિકૃત ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં પણ આ કથા આવી છે. તેના પહેલાં ઉપદેશમાલા અને ઉપદેશપ્રાસાદમાં પણ આ કથા આવે છે. --- Jain Education International ૩૧૯ આના ઉપર સ્વતન્ત્ર રચના તપાગચ્છીય અમરવિજયના શિષ્ય મુનિવિજયની મળે છે. રચનાસમય અજ્ઞાત છે. ૧-૪. જિનરત્નકોશ, પૃ. ૨૩૬ અને ૨૬૩-૨૬૪ ૫-૬.એજન, પૃ. ૨૧૦ ૭. એજન, પૃ. ૩૫૦; પાટણ ગ્રન્થભંડાર સૂચી, ભાગ ૧, પૃ. ૧૭૩ ૮. ૫મી અને ૩૨મી કથા ૯. જિનરત્નકોશ, પૃ. ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy