________________
૩૧૮
જેન કાવ્યસાહિત્ય
પાત્રકેશરિકથા – દિગંબર મુનિ પાત્રકેશરીની કથા ઉપર મલ્લિષણની (૧૬મી સદી) રચના મળે છે. પાત્રકેશરીના વિષયમાં પં. જુગલકિશોર મુઝારે માન્યું છે કે તે બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિ અને મીમાંસક કુમારિલના પ્રાયઃ સમકાલીન હતા. પાત્રકેશરીએ રચેલ જિનેન્દ્રગુણસંપત્તિ, પાત્રકેશરિસ્તોત્ર અને ન્યાયગ્રંથ ત્રિલક્ષણકદર્શનનો ઉલ્લેખ મળે છે.
મંગ્વાચાર્યકથા – આર્ય મંગુને પાર્થસ્થ ભિક્ષુ કહેવામાં આવ્યા છે. મથુરામાં સુભિક્ષા પ્રાપ્ત હોવા છતાં પણ આહારનો કોઈ પ્રતિબંધ રાખતા ન હતા. તેમની કથા ઉપદેશમાલા અને ઉપદેશપ્રાસાદમાં આવી છે. તેમના વિષયમાં ઉક્ત કથાકૃતિ મળે છે. કર્તાનું નામ કે રચનાકાળ જ્ઞાત નથી.
ઈલાચીપુત્રકથા – ભાવના યા ભાવશુદ્ધિના મહત્ત્વને દર્શાવવા માટે ઈલાચીપુત્રની કથા આપવામાં આવી છે. આ કથા કથોપકોશોમાં વર્ણવવામાં આવી
પ્રસ્તુત રચના પ્રાકૃતમાં નિબદ્ધ છે. કર્તાનું નામ અને રચનાકાલ અજ્ઞાત છે.
અનાથમુનિકથા – અનાથમુનિની કથા ઉત્તરાધ્યયનમાં આવી છે. તેમના પિતા ધનાઢ્ય હતા. પરંતુ તે બચપણથી અનેક રોગોથી ગ્રસ્ત હતા. તેમની વેદનામાં કોઈ ભાગ પડાવી તેને ઓછી કરી શક્યું નહિ. અત્યંત નિરાશ થઈ તેમણે વિચાર્યું - “જો હું પોતે આ વેદનાથી મુક્ત થઈ જઈશ તો પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.” તે રોગમુક્ત થઈ ગયા. તેમણે દીક્ષા લઈ લીધી. તેમણે રાજગૃહના મેડિકુક્ષિ ચૈત્યમાં રાજા શ્રેણિકને સનાથ અને અનાથનો અર્થ સમજાવ્યો. આ કથાનક ઉપર અજ્ઞાતકર્તક રચના મળે છે. આ વિષયનાં અનેક ગુજરાતી કાવ્યો મળે છે.*
પ્રદેશીય યા પરદેશી ચરિત– રાયપસેણિય સૂત્રમાં રાજા પ્રદેશ અને કુમારશ્રમણ કેશીનું રોચક કથાનક આવ્યું છે. તે પરવર્તી લેખકોને બહુ જ રોચક લાગ્યું. તેના ઉપર પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક કૃતિઓ રચાઈ છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૩ ૨. એજન, પૃ. ૩૦૦ ૩. એજન, પૃ.૪૦ ૪. એજન, પૃ. ૭ ૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૪૦૮, ૬૦૨, ૬૪૬ આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org