SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય બૃહત્ ગ્રન્થ ધર્મપરીક્ષાની રચના કરી હતી. આ કથા તેનો ખંડમાત્ર છે. કર્તાનો સમય ૧૬-૧૭મી સદી અનુમાનિત છે. આ વિષયની અજ્ઞાતકર્તૃક સંસ્કૃત રચનાઓનો નિર્દેશ મળે છે. ગુજરાતીમાં પણ કેટલીય રચનાઓ મળે છે. પુરુષપાત્રપ્રધાન લઘુ કથાઓ કેટલાક ઐતિહાસિક પુરુષોને લઈ કથાગ્રન્થો રચાયા છે. તેમનામાં ઐતિહાસિકતાનો અંશ થોડો છે. સમ્મતિનૃપચરિત – સમ્રાટ અશોકના પૌત્ર સમ્મતિના કથાત્મક ચરિત્રને લઈને એકબે રચનાઓ પ્રકાશિત થઈ છે. તેમના કર્તા અને રચનાકાલની કોઈ માહિતી આપવામાં આવી નથી. ૨ ૩૧૭ નવનન્દચરિત – નન્દરાજવંશના સંસ્થાપક નવનન્દોની કથાત્મક ચરિત સાથે સંબંધ ધરાવતી એક અજ્ઞાતકર્તૃક રચના મળે છે. રચનાકાળ જ્ઞાત નથી. તેની તાડપત્રીય પ્રતિ જેસલમેરમાં છે. શાલિવાહનચરિત આ કૃતિમાં સાતવાહનની કથા આપવામાં આવી છે. આ ૧૮૦૦ શ્લોકપ્રમાણ છે. તેની રચના વિ.સં.૧૫૪૦માં થઈ છે. રચનાકાર તપાગચ્છીય મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણ છે. - દેવર્ધિગણિક્ષમાશ્રમણચરિત · વલભી વાચનાના પ્રમુખ દેવર્ધિગણિ ઉપર સ્વતંત્ર રચનાના રૂપમાં જૈનગ્રન્થાવલિમાં દેવર્ષિકથાનો ઉલ્લેખ મળે છે તથા અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારમાં દેવર્ધિગણિક્ષમાશ્રમણચરિત ઉપલબ્ધ છે. - અકલંકકથા પ્રસિદ્ધ જૈન નૈયાયિક આચાર્ય અકલંકના જીવન ઉપર ચમત્કારપૂર્ણ કથાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્વતન્ત્ર રચનાના રૂપમાં ભટ્ટારક સિંહનન્દ્રિ અને ભટ્ટારક પ્રભાચન્દ્રની કૃતિઓના ઉલ્લેખો મળે છે. ― Jain Education International ૧. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧-૩, કૃતિસૂચી ૨. જિનરત્નકોશ, પૃ. ૪૨૨; આત્માનન્દજય ગ્રન્થમાલા (ડભોઈ), સં. ૧૯૭૬; બીજી રચના – હીરાલાલ હંસરાજ, જામનગર ૩. એજન, પૃ. ૨૦૮ ૪. એજન, પૃ. ૩૮૨ ૫-૬.એજન, પૃ. ૧૭૮ ૭.એજન, પૃ.૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy