________________
પ્રાસ્તાવિક
જૈન આચાર્યોએ આવા લૌકિક ધર્મોને પણ પોતાના ધર્મમાં સ્થાન આપ્યું; આ લૌકિક ધર્મો જૈનધર્મસમ્મત ન હોવા છતાં પણ લોકમાં તેમનો પ્રભાવ હતો. અનેક જાતનાં પર્વો, તીર્થો, મન્ત્રો વગેરેનું માહાત્મ્ય મનાવા લાગ્યું અને એના નિમિત્તે અનેક પ્રકારનું કથાસાહિત્ય લખાવા લાગ્યું. આ યુગમાં સંઘ સાથેની તીર્થયાત્રાને મહત્ત્વ અપાવા લાગ્યું.
જૈન શ્રમણસંઘની વ્યવસ્થામાં પણ અનેક પરિવર્તનો થવા લાગ્યા હતા. મહાવીરનિર્વાણના લગભગ ૬૦૦ વર્ષ પછી જૈન મુનિઓ વન-ઉદ્યાન અને પર્વતોપત્યકાનો નિવાસ છોડી ગામ-નગરોમાં રહેવાનું ઉચિત સમજવા લાગ્યા હતા. આને ‘વસતિવાસ' કહે છે. જે ગૃહસ્થવર્ગ પહેલાં ‘ઉપાસક' નામથી સંબોધાતો હતો તે ધીમે ધીમે નિયત રૂપે ધર્મશ્રવણ કરવા લાગ્યો અને હવે તે ઉપાસક-ઉપાસિકાને બદલે શ્રાવક-શ્રાવિકા કહેવાવા લાગ્યો. વસતિવાસને કારણે મુનિઓ અને ગૃહસ્થ શ્રાવકોની વચ્ચે નજીકનો સંપર્ક થવાથી જૈન સંઘમાં અનેક મતભેદ થયા અને આચારવિષયક શિથિલતાઓ આવવા લાગી. ઈસ્વી સન્ની પ્રારંભિક શતાબ્દીઓમાં મૂર્તિ અને મંદિરોનું નિર્માણ શ્રાવકનો પ્રધાન ધર્મ બની ગયો. મુનિઓનું ધ્યાન પણ જ્ઞાનારાધનાથી હટી મંદિરો અને મૂર્તિઓની દેખભાળમાં લાગવા માંડ્યું. તેઓ પૂજા અને જીર્ણોદ્ધાર માટે દાનાદિ ગ્રહણ કરવા લાગ્યા. પરિણામે સાતમી શતાબ્દી પછીથી જિનપ્રતિમા, જિનાલયનિર્માણ અને જિનપૂજાના માહાત્મ્ય ઉપર વિશેષપણે સાહિત્યનિર્માણ થવા લાગ્યું.
૧૧
ઈસ્વી સન્ની પ્રારંભિક શતાબ્દીઓમાં મુનિસમુદાય કુલ, ગણ અને શાખાઓમાં વિભક્ત હતો, તેમાં મુનિઓનું જ પ્રાબલ્ય હતું. પરંતુ પછી ધીમે ધીમે ગૃહસ્થ શ્રાવકોના પ્રભાવને કારણે નવાં નામવાળા સંઘો, ગણો, ગચ્છો અને અન્વયો ઉદયમાં આવવા લાગ્યા તથા કેટલીય ગચ્છ-પરંપરાઓ નીકળી પડી. પહેલાં જૈન આગમસૂત્રોનું પઠનપાઠન જૈન સાધુઓ માટે જ નિયત હતું પણ દેશકાળના પરિવર્તનની સાથે સાથે શ્રાવકોના પઠનપાઠન માટે તેમની રુચિને ધ્યાનમાં લઈ આગમિક પ્રકરણો અને ઔપદેશિક પ્રકરણોની સાથે નૂતન કાવ્યશૈલીમાં પૌરાણિક મહાકાવ્ય, બહુવિધ કથાસાહિત્ય અને સ્તોત્રો તથા પૂજાપાઠોનું સર્જન થવા લાગ્યું. પાંચમીથી દસમી શતાબ્દી સુધીમાં જૈન મનીષીઓએ એવી અનેક વિશાળ અને પ્રતિનિધિરૂપ રચનાઓ કરી જેમને ઉત્તરકાલીન કૃતિઓનો આધાર માની શકાય.
ઈસ્વી સન્ની ૧૧મી અને ૧૨મી શતાબ્દીમાં દેશની રાજનૈતિક અને સામાજિક શ્વેતાંબર પરિસ્થિતિમાં આવેલ પરિવર્તનની સાથે જૈન સંઘના બંને સંપ્રદાયો
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org