________________
૧ ર
જૈન કાવ્યસાહિત્ય
અને દિગંબરના આંતરિક સંગઠનોમાં નવાં પરિવર્તનો થયાં જેને કારણે જૈન સાહિત્યના ક્ષેત્રમાં એક નવી જાગૃતિ આવી. દિગંબર સંપ્રદાયમાં ત્યાં સુધીમાં અનેક સંઘ, ગણ અને ગચ્છ બની ચૂક્યા હતા અને તેમના અનેક માન્ય આચાર્ય મઠાધીશ જેવા બની ગયા હતા અને ધીરે ધીરે એક નવું સંગઠન ભટ્ટારક કે મહંત વર્ગના રૂપમાં ઉદયમાં આવી રહ્યું હતું જે સંગઠનમાં બધા પાકા ચૈત્યવાસી બનવા લાગ્યા હતા. તેવી જ રીતે શ્વેતાંબર સંપ્રદાય ચૈત્યવાસ અને વસતિવાસના પરિણામે અનેક ગણો અને ગચ્છોમાં વિભાજિત થવા લાગ્યો હતો અને વિભિન્ન ગચ્છપરંપરાઓ ફૂટી નીકળી હતી. ગણ અને ગચ્છના નાયકોએ પોતપોતાના જૂથની પ્રતિષ્ઠા માટે અને અનુયાયીઓની સંખ્યા વધારવા માટે જુદા જુદા પ્રદેશો અને નગરોમાં પરિભ્રમણ કરવા માંડ્યું. તે લોકોએ પોતાના વિદ્યાબળ અને પ્રભાવી શક્તિસામર્થ્યથી રાજકીય વર્ગ અને ધનિક વર્ગને પોતાના તરફ આકર્ષા અને વધતા જતા શિષ્યવર્ગને કાર્યક્ષમ અને જ્ઞાનસમૃદ્ધ બનાવવા અનેક જાતની વ્યવસ્થા કરી. તેના પરિણામે દક્ષિણ અને પશ્ચિમ ભારતનાં અનેક સ્થાનોમાં જ્ઞાનસત્ર અને શાસ્ત્રભંડારોની સ્થાપના કરવામાં આવી. ત્યાં આગમ, ન્યાય, સાહિત્ય અને વ્યાકરણ આદિ વિષયોના નિષ્ણાત વિદ્વાનોની વ્યવસ્થા કરવામાં આવી, સ્વાધ્યાયમંડળો ખોલવામાં આવ્યાં અને અધ્યાપક તથા અધ્યયનાર્થીઓના માટે આવશ્યક અને ઉપયોગી સામગ્રીની જોગવાઈ કરવામાં આવી. “વિદાન સર્વત્ર પૂગ્યતે” એ યુક્તિને મહત્ત્વ આપી જૈન સાધુ અને ગૃહસ્થ વર્ગ પોતાની વિદ્યાવિષયક સમૃદ્ધિ વધારવા તરફ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. જૈન સિદ્ધાન્તના અધ્યયન પછી અન્ય દાર્શનિક સાહિત્યનું તથા વ્યાકરણ, કાવ્ય, અલંકાર, છંદશાસ્ત્ર અને જયોતિશાસ્ત્ર વગેરે સાર્વજનિક સાહિત્યનું પણ વિશેષ રૂપે અધ્યયન થવા લાગ્યું અને આ વિષયના નવા નવા ગ્રંથો રચાવા લાગ્યા.
(૩) સામાજિક પરિસ્થિતિ – અમારા આ આલોચ્ય યુગના પૂર્વમધ્યકાળમાં સામાજિક બંધિયારપણું - જડતા ધીમે ધીમે વધતાં જતાં હતાં. ભારતીય સમાજ જાતિપ્રથાથી જકડાઈ રહ્યો હતો અને ધાર્મિક તથા રીતરિવાજનાં બંધનો દઢ બની રહ્યાં હતાં. ઉત્તરમધ્યકાળ (૧૧-૧૨મી શતાબ્દી) આવતાં આવતાં સમાજ અનેક જાતિઓ અને ઉપજાતિઓમાં વિભાજિત થવા માંડ્યો હતો. ધીરે ધીરે પ્રગતિશીલતા, સમન્વય અને સહિષ્ણુતાના સ્થાને સ્થગિતતા, રૂઢિપરતા અને કઠોરતાએ પગદંડો જમાવી દીધો હતો. સમાજમાં મન્નતન્ન, ટોણાટુચકા, શકુન-મુહૂર્ત વગેરે અંધવિશ્વાસોએ અશિક્ષિત અને શિક્ષિત બંનેમાં ઘર કર્યું હતું. ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રોમાં ઉત્તરોત્તર ભેદભાવ વધતો જતો હતો. ક્રિયાકાંડ અને શુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org