SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ૨૩૪, ૧૭૯, ૧૮૦, ૧૭૪, ૧૯૧, ૧૦૯ છે. અંતે ૧૩ શ્લોકોની એક પ્રશસ્તિ છે. આ કાવ્યનું બીજું નામ દયાસુન્દ૨કાવ્ય પણ છે. કર્તા અને રચનાકાળ આ કાવ્યના કર્તાનું નામ પદ્મનાભ છે. તે કાયસ્થ જાતિના હતા. તેમના ગુરુ જૈન ભટ્ટારક ગુણકીર્તિ (વિ.સં.૧૪૬૮-૭૩) હતા. તેમના ઉપદેશથી તેમણે આ કાવ્ય રચ્યું. તત્કાલીન ઘણા ભક્તોએ ઉક્ત કાવ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. છેલ્લે આપેલી પ્રશસ્તિના ૧૦ શ્લોકોમાં કવિએ પોતાના આશ્રયદાતા મંત્રી કુશરાજનો વિસ્તૃત પરિચય આપ્યો છે. આ કુશરાજ ગ્વાલિયરના તોમરવંશીય રાજા વિક્રમદેવ (વીરમદેવ સં. ૧૪૫૯-૧૪૮૩)ના મંત્રિમંડળના પ્રમુખ સભ્ય હતા. તેમણે ગોપાચલ ઉપર ચન્દ્રપ્રભનું એક વિશાળ જિનાલય બંધાવ્યું હતું. 1 . અન્ય યશોધરચરિતોમાં ભટ્ટા૨ક સકલકીર્તિના કાવ્યમાં ૮ સર્ગો છે અને તેનું પરિમાણ ૧૦૦૦ શ્લોકપ્રમાણ છે. કલ્યાણકીર્તિની રચનાનું ૧૮૫૦ ગ્રન્થાગ્રપ્રમાણ દર્શાવાયું છે. સોમકીર્તિ (સં.૧૫૩૬)ના કાવ્યમાં આઠ સર્ગ છે. તેની રચના તેમણે ગોઢિલી(મારવાડ)માં સં. ૧૫૩૬માં કરી હતી. તેમણે જૂની હિંદીમાં પણ એક યશોધરચરિત રચ્યું છે. સોમકીર્તિનો પરિચય પ્રદ્યુમ્નચરિતના પ્રસંગમાં આપી દીધો છે. તેમની અન્ય કૃતિ સમવ્યસનકથા પણ મળે છે. શ્રુતસાગરકૃત યશોધરચરિતમાં ૪ સર્ગ છે. શ્રુતસાગર વિદ્યાનન્દિના શિષ્ય હતા. આ વિદ્યાનન્દિ મૂલસંઘ, સરસ્વતીગચ્છ, બલાત્કારગણના ભટ્ટારક હતા. શ્રુતસાગર બહુ મોટા વિદ્વાન હતા. તેમણે યશસ્તિલકચમ્પ ઉપર યશસ્તિલકચન્દ્રિકા ટીકા લખી છે, પરંતુ તે અપૂર્ણ છે. તેમની અન્ય કૃતિઓમાં તત્ત્વાર્થવૃત્તિ અને શ્રીપાલચરિત ઉલ્લેખનીય છે. તેમણે પોતાની કોઈ કૃતિમાં રચનાસંવત જણાવ્યો નથી. પરંતુ અન્ય પ્રમાણો દ્વારા એ પ્રાયઃ નિશ્ચિત છે કે તે વિક્રમની ૧૬મી સદીમાં થયા છે. ધર્મચન્દ્રગણિના શિષ્ય હેમકુંજર ઉપાધ્યાયે પણ એક યશોધરચિરતની રચના કરી છે, તેની સં. ૧૬૦૭ની હસ્તપ્રત મળે છે. લુંકાગચ્છના નાનજીના શિષ્ય જ્ઞાનદાસે પણ સં.૧૬૨૩માં એક યશોધરચરિત લખ્યું હતું.૫ પાર્શ્વપુરાણના કર્તા ભટ્ટારક વાદિચન્દ્રે પણ સં. ૧૬૫૭માં એક યશોધરચરિતને અંકલેશ્વર (ભરૂચ)ના ચિન્તામણિ પાર્શ્વનાથ ૪ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૨. રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૩૯-૪૩ ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૭૧-૩૭૭ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૫. એજન Jain Education International જૈન કાવ્યસાહિત્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy