SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૨૮૯ પ્રયોગ દર્શનીય છે. ૭, ૯, ૧૦, ૧૧ અને ૧૪ સર્ગોમાં કોઈ એક વૃત્તનો પ્રયોગ કરી સગ્ગજો છંદ પરિવર્તન કરવામાં આવ્યું છે. બાકીના સર્ગોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. સમસ્ત કાવ્યમાં ૨૫ વૃત્તોનો પ્રયોગ થયો છે. કેટલાક અપ્રસિદ્ધ અને અજ્ઞાત છંદોનો પણ પ્રયોગ થયો છે. કવિ પરિચચય અને રચનાકાળ – આ કાવ્યના અત્તે કોઈ પ્રશસ્તિ નથી આપી, તેથી કવિનો વિશેષ પરિચય આ કાવ્યમાંથી નથી મળતો પરંતુ નલાયન મહાકાવ્યના ત્રીજા સ્કન્ધના અંતે કવિએ આ પંક્તિઓ લખી છે : स्तत् किमप्यनवमं नवमंगलांकं श्रीमद्यशोधरचरित्रकृता कृतं यत् । तस्यार्यकर्णनलिनस्य नलायनस्य स्कन्धो जगाम रसवीचिमयस्तृतीयः ॥ આનાથી સ્પષ્ટતઃ જાણવા મળે છે કે નલાયનકાવ્ય અને પ્રસ્તુત કાવ્યના કર્તા એક જ માણિજ્યસૂરિ છે. તેમણે નલાયન પહેલાં યશોધરચરિતની રચના કરી હતી. માણિજ્યસૂરિ સં. ૧૩૨૭થી ૧૩૭૫ વચ્ચે જીવિત હતા. તે વડગચ્છના હતા અને તેમના ગુરુનું નામ પડોચન્દ્ર(પાચન્દ્ર)સૂરિ હતું. ૪. યશોધરચરિત – આમાં આઠ સર્ગો છે. તેની અંતિમ પુષ્યિકામાં “તિ યશોધરરિતે મુનિવર્સિવસેનøતે વાગ્યે અષ્ટH: 7: સમાસઃ” વાક્ય છે. પ્રારંભમાં લખ્યું છે : “pપંગનર્લિપ. પૂર્વ રિપેળસમન્વિતૈઃ | યદુૐ તત્ વર્ષ શક્યું નથી. વાર માષિતુY It' આ ઉપરથી જણાય છે કે તેમના પહેલાં પ્રભંજન અને હરિષભેર યશોધરચરિતો લખ્યાં હતાં. વાસવસેને પોતાના સમય અને કુલાદિનો કોઈ પરિચય આપ્યો નથી. સં. ૧૩૬પમાં થયેલા અપભ્રંશ કવિ ગન્ધર્વે પોતાના જસહરચરિલમાં વાસવસેનની રચનાનો ઉલ્લેખ કર્યો છે : “૬ વાસવધ પુત્ર ર૩ તે વરવ બંધબેન દિલ અર્થાતુ વાસવસેને પૂર્વે જે ગ્રન્થ રચ્યો હતો તેને જોઈને જ ગંધર્વે આ કહ્યું. આ ઉપરથી એટલું તો નક્કી છે કે તેઓ ગંધર્વ કવિથી અર્થાત્ સં. ૧૩૬પથી પહેલાં થયેલા છે. ૫. યશોધરચરિત (અપર નામ દયાસુન્દરકાવ્યો – આ કાવ્યમાં ૯ સર્ગ છે. તેમાં કુલ મળીને ૧૪૬૧ શ્લોકો છે. આ અપ્રકાશિત કૃતિ જૈન સિદ્ધાન્ત ભવન, આરામાં સુરક્ષિત છે. તેના પ્રત્યેક સર્ગની શ્લોકસંખ્યા ક્રમશ: ૧૪૯, ૭૯, ૧૫૩, ૧. હસ્તલિખિત પ્રતિ, મુંબઈના સરસ્વતી ભવન સં. ૬૦૪ ; જયપુરના બાબા દુલીચન્દ્રના ભંડારમાં; નૈન સાહિત્ય ગૌર તિહાસ, પૃ. ૨૫૫ ૨. હરિફેણ કદાચ તે જ હશે કે જેમની ધર્મપરીક્ષા (અપભ્રંશ) મળી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy