SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જૈન કાવ્યસાહિત્ય કાર્તિક સુદી ૩ના દિને થઈ હતી. તેથી આપણે અનુમાન કરી શકીએ કે આ કૃતિ તે પછી શક સં. ૯૬૪ સુધીમાં ક્યારેક રચાઈ હશે. શક સં. ૯૬૪ જયસિંહના રાજ્યનું છેલ્લું વર્ષ મનાય છે. ૩. યશોધરચરિત – માણિજ્યસૂરિકૃત આ કાવ્યમાં ૧૪ સર્ગ છે. તેમાં કુલ મળીને ૪૦૫ શ્લોકો છે. કવિએ પોતાની કથાનો સ્રોત સંભવતઃ હરિભદ્રસૂરિની સમરાઈચ્ચકહાને માન્યો છે. આ ચરિતનું કથાનક સંગઠિત અને ધારાવાહિક છે. તેમાં અવાન્તર કથાઓ ન હોવાથી શિથિલતાને અવકાશ મળ્યો જ નથી. આ ચરિત્રમાં પ્રકૃતિચિત્રણ પણ વિવિધ રૂપોમાં થયું છે, પરંતુ અધિકતર ઘટનાઓને અનુકળ પૃષ્ઠભૂમિ પૂરી પાડવા માટે જ પ્રકૃતિવર્ણનો કરવામાં આવ્યાં છે. આ કાવ્યના કર્તાએ જૈનધર્મના પ્રમુખ સિદ્ધાન્તનું – કેવળ અહિંસાનું – હિંસાના દોષો અને અહિંસાના ગુણોનું આદિથી અંત સુધી વર્ણન કર્યું છે. તેના પ્રતિપાદનમાં જ પોતાને સીમિત રાખ્યા છે અને જૈન ધર્મના અન્ય નિયમોનું નિરૂપણ કર્યું નથી. આ કાવ્યની ભાષા પ્રૌઢ અને ગરિમાયુક્ત ન હોવા છતાં અત્યન્ત સરળ અને પ્રસાદગુણયુક્ત અવશ્ય છે. વિવિધ સ્થિતિઓ અને ઘટનાઓનાં સજીવ ચિત્રો રજૂ કરવામાં કવિને ઘણી સફળતા મળી છે. આ કાવ્યમાં કહેવતો, લોકોક્તિઓ અને સૂક્તિઓનો પણ યોગ્ય અવસરે પ્રયોગ થયો છે. આ ચરિત્રની ભાષામાં બોલચાલના કેટલાય દેશી શબ્દો સંસ્કૃતના વેશમાં પ્રયુક્ત થયા છે, જેમકે કુંચિકા (કૂચી), કટાહી (કઢાઈ), ભટિત્ર (ભી), મિંટા (મેઢો), બર્કરઃ (બકરો), ચારક (ચારા), વટક (વાટી) વગેરે. કવિએ આ કાવ્યમાં અલંકારોની કૃત્રિમ અને અસ્વાભાવિક યોજના પ્રાયઃ ક્યાંય કરી નથી. ભાષાના સ્વાભાવિક પ્રવાહમાં જ અનેક અલંકાર સહજપણે સ્વતઃ આવી ગયા છે. આ ચરિત્રમાં વિવિધ છંદોનો ૧. પાર્શ્વનાથ ચરિત, પ્રશસ્તિ, પદ્ય ૫ * ૨. સંપાદક હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૩. ૧.૪૨-૪૩, ૭૧-૭૨; ૩.૫, ૬૧; ૫.૪-૭; ૬.૨-૪; ૮.૪૨-૪૩, ૪૫-૪૮ વગેરે. ૪. ૨.૬૮, ૬૯; ૩.૪૦; ૪.૪૦; ૬.૭૦, ૭૭, ૧૧૩; ૧૨. ૭૫. ૫. ૨.૭; ૧૨.૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy