________________
કથાસાહિત્ય
૨૮૭
નામ છે – સોમદેવ, હરિપેણ (અપભ્રંશના કવિ), વાદિરાજ, પ્રભંજન, ધનંજય, પુષ્પદંત (અપભ્રંશના કવિ), વાસવસેન.
જો ઉક્ત ભટ્ટારકે આ બધી કૃતિઓ જોઈને જ આ ઉલ્લેખ કર્યો હોય તો સમજવું જોઈએ કે વિ.સં. ૧૬૫૦ સુધી પ્રભંજનકૃત યશોધરચરિત ઉપલબ્ધ હતું.
૨. યશોધરચરિત – ચાર સર્ગોનું આ એક મહત્ત્વપૂર્ણ લઘુ કાવ્ય છે. તેમાં વિવિધ છંદોમાં રચાયેલા કુલ ૨૯૬ શ્લોકો છે. આ કાવ્યના સર્જકે કોઈ પણ પૂર્વાચાર્યનો ઉલ્લેખ કર્યો નથી, કેવળ “સમન્તમદ્રારિ (૧.૩) કહીને અટકી ગયા છે. આ કાવ્યને પ્રભાવક બનાવવા માટે પ્રૌઢ સંસ્કૃત ભાષામાં કેટલાય રસોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમકે અભયરુચિ અને અભયમતીને બલિ માટે લઈ જતી વખતે કરુણ રસ, મહાવતના વર્ણનમાં બિભત્સ રસ, ચોથા સર્ગમાં વસન્તવર્ણન આદિ. કથામાં સોમદેવના યશસ્તિલકચમ્પનું અનુસરણ કરવામાં આવ્યું છે.
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના સર્જક વાદિરાજ છે. તે દ્રવિડસંઘની શાખા નદિસંઘના અર્ગલાન્વયના આચાર્ય હતા. તેમની અન્ય કૃતિઓમાં પાર્શ્વનાથચરિત, એકીભાવસ્તોત્ર, ન્યાયગ્રન્થ ન્યાયવિનિશ્ચયવિવરણ, અધ્યાત્માષ્ટક, રૈલોક્યદીપિકા, પ્રમાણનિર્ણય મળે છે. તેમનો વિશેષ પરિચય પાર્શ્વનાથચરિતની સાથે આપ્યો છે.
આ કાવ્યના રચનાકાલના સંબંધમાં આ કાવ્યમાંથી બે મહત્ત્વનાં સૂચનો મળે છે. પહેલું ત્રીજા સર્ગના અન્તિમ ૮૫મા પદ્યમાં “વ્યાન્વેસિંહતાં અમુલે વર્ષ રધી ધારિણમ્' અને બીજું ચોથા સર્ગના ઉપાજ્ય પદ્યમાં “મુઉંગલો રાની તમાર, આ પદ્યાશોમાં કવિએ ચતુરાઈથી પોતાના સમકાલીન રાજા દક્ષિણના ચૌલુક્યવંશી જયસિંહનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરથી જાણવા મળે છે કે આ કાવ્યની રચના જયસિંહના સમયમાં (શક સં. ૯૩૮-૯૬૪) થઈ છે. તેની રચના વાદિરાજ પાર્શ્વનાથચરિતની રચના પછી કરી હતી કારણ કે તેમાં તેમણે પોતાને પાર્શ્વનાથચરિતના કર્તા કહ્યા છે. પાર્શ્વનાથચરિતની રચના શક સં. ૯૪૭ના
૧. સંપાદક ટી.એ. ગોપીનાથ રાવ, સરસ્વતી વિલાસ સિરિઝ સં.૫, તાંજોર, ૧૯૧૨;
જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૨. ૧.૪૦; ૨.૩૯-૪૦; ચોથા સર્ગનો પ્રારંભ ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૧૯૧-૩૦૮ ४. श्रीपार्श्वनाथकाकुत्स्थचरितं येन कीर्तितम् ।
तेन श्रीवादिराजेन दृब्धा याशोधरी कथा ॥ १.५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org