SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જેન કાવ્યસાહિત્ય પરવર્તી રચનાઓમાં યશોધરકથાનો વિકાસ અનેક સ્રોતોને આધારે કરવામાં આવ્યો જણાય છે. અહીં ઉક્ત કથાવિષયક ચરિતોનો પરિચય આપીએ છીએ. ૧. યશોધરચરિત – યશોધરના ચરિત્ર ઉપર સંભવતઃ આ પહેલી સ્વતંત્ર રચના છે. તેનો સૌપ્રથમ ઉલ્લેખ ઉદ્યોતનસૂરિએ (સં.૮૩૫) પોતાની કુવલયમાલામાં નીચે પ્રમાણે કર્યો છે : सत्तूण जो जसहरो जसहरचरिएण जणवए पयडो । कलिमलपभंजणो च्चिय पभंजणो आसि रायरिसी ॥ ४० ॥ અર્થાત્ જે શત્રુઓના યશને હરનાર હતા અને જે યશોધરચરિતને કારણે જનપદમાં પ્રસિદ્ધ થયા, તે કલિના પાપોનું પ્રભંજન કરનારા પ્રભંજન નામના રાજર્ષિ હતા. મુનિ વાસવસેને (વિ.સં.૧૯૬૫ પહેલાં) પણ પોતાના યશોધરચરિતમાં લખ્યું છે : प्रभंजनादिभिः पूर्वं हरिषेणसमन्वितैः ।। यदुक्तं तत् कथं शक्यं मया बालेन भाषितुम् ॥ અર્થાતુ હરિણ-પ્રભંજન વગેરે કવિઓએ પહેલાં જે કંઈ કહ્યું છે તે મારા જેવા બાલકથી કેવી રીતે કહી શકાય ? ભટ્ટારક જ્ઞાનકીર્તિએ (વિ.સં. ૧૬૫૯) પોતાના યશોધરચરિતમાં પોતાના પૂર્વવર્તી યશોધરચરિતના જે કર્તાઓનાં નામ જણાવ્યાં છે તેમાં પ્રભંજનનું પણ ૧. ડૉ. પી. એલ. વૈદ્ય પ્રભંજનકૃત યશોધરચરિતને ઉક્તવિષયક કૃતિઓમાંથી સૌથી પ્રાચીન કૃતિ માની છે (જસહરચરિઉં, કારંજા, ૧૯૩૧, ભૂમિકા, પૃ. ૨૪ ઈત્યાદિ); ડૉ. આ. ને. ઉપાધ્ધ, કુવલયમાલા, ભાગ ૨, ટિપ્પણ ૩૧, પૃ. ૧૨૬ ૨. કુવલયમાલા (સિંધી જૈન ગ્રન્થમાલા સં.૪૫), પૃ.૩ ૩. પં. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ.૪૨૧ ૪. ડૉ. ક. ૨. કાસલીવાલ, રાજસ્થાન કે જૈન સન્ત વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ.૧૧૦ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy