SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૨૯૧ મંદિરમાં બેસીને રચ્યું હતું. ઉક્ત કાવ્યની પ્રશસ્તિમાં રચનાસંવત આપ્યો છે અને કહ્યું છે કે આ કાવ્ય દયાનું માહાસ્ય દર્શાવવા રચવામાં આવ્યું છે. સં. ૧૬૫૯માં વાદિભૂષણના શિષ્ય જ્ઞાનકીર્તિએ આમેરના મહારાજા માનસિંહ (પ્રથમ)ના મંત્રી નાનૂગોધાની વિનંતીથી એક યશોધરચરિત બનાવ્યું, તેમાં ૯ સર્ગ છે. તેની એક પ્રતિ આમેર શાસ્ત્રભંડારમાં છે. સં. ૧૮૩૯માં ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમાકલ્યાણે સંસ્કૃત ગદ્યમાં યશોધરચરિત જેસલમેરમાં રહીને રચ્યું.' શ્રીપાલચરિત્ર- શ્રીપાલનું ચરિત્ર સિદ્ધચક્રપૂજા (અણહિકા, નન્દીશ્વરદ્વીપપૂજા) અર્થાત્ નવપદમંડલનું માહાભ્ય પ્રગટ કરનારું એક રૂઢ ચરિત છે. આ ચરિતને વત્તાઓછા પરિવર્તન સાથે શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા માને છે. જેવી રીતે બીજા વ્રતો કે અનુષ્ઠાનો માટે એકથી વધુ ચરિત્ર મળે છે તેવી જ રીતે આને માટે પણ સંસ્કૃત-પ્રાકૃતમાં કુલ ૨૬થી વધુ રચનાઓ મળે છે. - ઉક્ત પૂજાનો ઉલ્લેખ પુરાણો છે પરંતુ તેનું માહાસ્ય દર્શાવવા અયોધ્યાના હરિષેણ રાજાની કથા ઉમેરવામાં આવી છે, પછી પોતનપુરના વિદ્યાધર રાજાની પણ. પહેલાં નંદીશ્વરપૂજા મૂળ રૂપમાં વિદ્યાધર લોકની વસ્તુ હતી પરંતુ વિદ્યાધર ઉપરાંત માનવ સાથે સંબંધ જોડવા માટે લોકકથાસાહિત્યમાંથી શ્રીપાલના ચરિત્રને ધર્મકથાના રૂપમાં ઘડીને તૈયાર કરવામાં આવ્યું. શ્રીપાલ કોઈ પૌરાણિક પુરુષ નથી. તેની જે કથા મળે છે તેનું વિશ્લેષણ કરવાથી તેની મુખ્ય વસ્તુ જાણવા મળે છે : પૂર્વજન્મોનાં સંચિત કર્મોનાં ફળ દર્શાવવાનું પ્રયોજન છે. પરંતુ સાથે સાથે તે પણ જણાવે છે કે તેમનાથી બચવા માટે અલૌકિક શક્તિઓ પાસેથી પણ મદદ મળી શકે છે અને તે અલૌકિક શક્તિ છે સિદ્ધચક્રપૂજા. કથાવસ્તુ- ઉજ્જૈનના રાજા પ્રજાપાલને બે રાણીઓ હતી, એક શૈવ અને બીજી જૈન. એકની પુત્રી સરસુન્દરી અને બીજીની મયનાસુન્દરી. શિક્ષાદીક્ષા પછી વાદસભામાં રાજા તેમને પૂછે છે કે તેમના સુખનું શ્રેય કોને છે? સુરસુન્દરીએ તે ૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૮; થનાં રસિદ્ઘ વાર્ઘિદ્રો ચરીરત્ | ૨. રાજસ્થાન કે જૈન સન્ત વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૨૧૧; જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૩. કેટલોગ ઓફ સંસ્કૃત એન્ડ પ્રાકૃત મેન્યુસ્ટીટ્સ, ભાગ ૪, (લાલભાઈ દલપતભાઈ ગ્રંથમાલા સં. ૨૦), પરિશિષ્ટ, પૃ. ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy