________________
પ્રાસ્તાવિક
નિર્માણમાં જૈનોનો ફાળો ઘણો મહત્ત્વનો છે. આ યુગના પ્રમુખ કવિઓ અને ગ્રન્થકારોનું એક મંડળ હતું જેમની રચનાઓ મહાન પાંડિત્યનાં ઉદાહરણો છે. વીરસેન, જિનસેન, ગુણભદ્ર, શાકટાયન, મહાવીરાચાર્ય, સ્વયંભૂ, પુષ્પદન્ત, મલ્લિષેણ, સોમદેવ, પમ્પ વગેરે આ યુગના છે. તેમની સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને કન્નડ ભાષાઓમાં રચાયેલી કાવ્યસાહિત્યની કૃતિઓ તેમ જ લાક્ષણિક સાહિત્યની અર્થાત્ ગણિત, વ્યાકરણ, રાજનીતિ વગેરે વિષયની કૃતિઓ સ્થાયી મહત્ત્વ ધરાવે છે. રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ (લગભગ સન્ ૮૧૫-૮૭૭ ઈ.સ.) જિનસેનના ભક્ત હતા અને પોતાના જીવનના અંતિમ ભાગમાં તેમણે જૈનધર્મ સ્વીકાર્યો હતો તથા કેટલાક જૈન ગ્રંથો રચ્યા હતા. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય(૧૪-૧૫મી શતાબ્દી)ના પતન પછી પણ કેટલાય જૈન સામન્ત રાજાઓ હતા જે અંગ્રેજી શાસનના આગમન વખતે પણ સ્થિર હતા. ઉત્તરમધ્યકાળમાં જૈનોની સાહિત્યિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો ગુજરાતમાં અણહિલપુર, ખંભાત અને ભરૂચ, રાજસ્થાનમાં ભિન્નમાલ, જાબાલિપુર, નાગપુર, અજયમેરુ, ચિત્રકૂટ અને આઘાટપુર, તથા માલવામાં ઉજ્જૈન, ગ્વાલિયર અને ધારાનગર હતાં. તે સમયે ગુજરાતમાં ચૌલુક્ય અને વાઘેલા, રાજસ્થાનમાં ચાહમાણ, પરમાર વંશની શાખાઓ અને ગુહિલૌત તથા માલવા અને પડોશમાં પરમાર, ચંદેલ અને કહ્યુરિ રાજાઓ રાજ્ય કરતા હતા. આ શાસક વંશોએ જૈનધર્મ અને જૈન સમાજની સાથે બહુ સહાનુભૂતિભર્યો અને સમાદરપૂર્ણ વ્યવહાર કર્યો, તેથી જૈન સાધુઓ અને ગૃહસ્થોને નિર્વિઘ્ન સાહિત્યસેવા અને જીવનયાપન કરવામાં ઘણી સફળતા મળી તેમ જ તેમણે તેમાં ઘણી પ્રગતિ પણ કરી. ગુજરાતમાં ચૌલુક્ય નરેશોના, ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના, આશ્રયમાં જૈનધર્મે પોતાના પ્રતાપી દિવસો જોયા અને તે યુગમાં કલા અને સાહિત્યના સર્જનમાં જૈનોએ આપેલા ફાળાએ ગુજરાતને મહાન બનાવી દીધું, જે આજ પણ છે. આ સમયથી ગુજરાતમાં સાહિત્યિક પ્રવૃત્તિના એક યુગનો પ્રારંભ થયો અને એનું શ્રેય હેમચન્દ્ર અને એમના પછી થનાર અનેક જૈન કવિઓને ફાળે જાય છે. રાજદરબારોમાં જૈનાચાર્યો અને વિદ્વાનોના ત્યાગી જીવનની અને તેની સાથે તેમની વિદ્યોપાસનાની મોટી પ્રતિષ્ઠા હતી અને અનેક રાજવંશી લોકો પણ તેમના ભક્ત અને ઉપાસક બનવામાં પોતાનું
કલ્યાણ સમજતા હતા.
૯
મુસ્લિમ શાસનકાળમાં જો કે જૈન મંદિરોનો જ્યાંત્યાં નાશ ક૨વામાં આવ્યો પરંતુ સંભવતઃ એટલા મોટા પ્રમાણમાં નહિ. તે કાળમાં પણ જૈનાચાર્યો અને ૧. ડૉ.દશરથ શર્મા, અર્લી ચૌહાણ ડાયનેસ્ટી, પૃ. ૨૨૭-૨૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org