________________
८
-
સરલ સંસ્કૃતમાં તથા પ્રાકૃત, અપભ્રંશ અને વિવિધ જનપદીય ભાષાઓ – તમિલ, કન્નડ, મરાઠી, ગુજરાતી, રાજસ્થાની, હિન્દીમાં વિશાળ કાવ્યસાહિત્યનું સર્જન કર્યું છે.
જૈન કાવ્યસાહિત્ય
પ્રસ્તુત ભાગમાં અમે સંસ્કૃત અને પ્રાકૃતમાં રચાયેલ એતદ્વિષયક સાહિત્યનું વિવરણ કરીશું.
તત્કાલીન પરિસ્થિતિ
કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વિશિષ્ટ સાહિત્યનું અધ્યયન કરવા માટે તે યુગની રાજનૈતિક, ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક પરિસ્થિતિઓનો પરિચય કરી લેવો જરૂરી ગણાય.
જૈનોના કાવ્યસાહિત્યની ઉપલબ્ધ સામગ્રીના આધારે આપણે કહી શકીએ કે તેનું નિર્માણ ઈસ્વી સન્ની પાંચમી શતાબ્દીથી શરૂ થઈ ગયું હતું. રાજનૈતિક દૃષ્ટિએ આ ગુપ્તવંશની રાજયસત્તાના અસ્તનો કાળ હતો. ઉત્તર ભારતમાં સન્ ૪૫૦ આસપાસ હૂણોનું આક્રમણ થયું હતું. ભારતમાં કેન્દ્રીય શાસનનો અભાવ થઈ ગયો હતો અને ભારત અનેક સ્વતંત્ર સંઘર્ષરત રાજવંશોમાં વિભક્ત થઈ ગયું હતું, અને આ સ્થિતિ પ્રાયઃ અંગ્રેજી શાસનની સ્થાપના થઈ ત્યાં સુધી બરાબર બની રહી.
(૧) રાજનીતિક પરિસ્થિતિ
જૈન ધર્મે ગુપ્તકાળના સમયમાં યા તેનાથી કંઈક વહેલા પશ્ચિમ અને દક્ષિણ ભારતને પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું. જૈનધર્મના અનુયાયીઓ મધ્યકાળમાં બંગાળ, ઓરિસ્સા, બિહાર અને ઉત્તર પ્રદેશનાં કેટલાંક સ્થાનોમાં બરાબર સ્થિર રહ્યા હતા પરંતુ તેમની તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે આપણે કંઈ જાણતા નથી. મધ્યકાળમાં માળવા, રાજસ્થાન, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ભારતના કર્ણાટક વગેરે પ્રાન્તોમાં જૈનધર્મનો સારો સમાદર રહ્યો અને તેની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જૈન જનતા ઉપરાંત રાજવર્ગ તરફથી તેને સંરક્ષણ અને પ્રેરણા મળતી રહી. દક્ષિણના પૂર્વમધ્યકાલીન રાજવંશોએ, જેવા કે ગંગ, કદમ્બ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ, અને તેમને અધીન અનેક સામન્તો, મંત્રીઓ અને સેનાપતિઓએ જૈનધર્મને માત્ર આશ્રય જ ન આપ્યો પરંતુ તેઓ પોતે જૈન વિધિનિયમો અનુસાર ચાલવા પ્રવૃત્ત પણ થયા. માન્યફૂટના કેટલાક રાષ્ટ્રકૂટ રાજાઓ તો પાકા જૈન હતા અને તેમના સંરક્ષણમાં કળા અને સાહિત્યના ૧. વિમલસૂરિષ્કૃત પઉમચરિયું (૫૩૦ વિ.સં.) તથા સંઘદાસ-ધર્મદાસગણિકૃત વસુદેવદિંડી (છઠ્ઠી શતાબ્દી પહેલાં).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org