________________
પ્રાસ્તાવિક
સાહિત્ય આગમિક સાહિત્યથી એકદમ સ્વતંત્ર નથી. તેણે પ્રાચીન આગમોમાંથી જ બીજસૂત્રોને લીધાં છે અને બાહ્ય ઉપાદાનો તથા નવીન શૈલીઓ દ્વારા તે બીજસૂત્રોને પલ્લવિત કરી એક નવું રૂપ ધારણ કરી લીધું છે.
આગમેતર સાહિત્યની પ્રથમાનુયોગવિષયક સામગ્રીનું નવીન કાવ્યશૈલીઓમાં પ્રસ્તુતીકરણ જ આપણું જૈન કાવ્યસાહિત્ય છે. જૈન કાવ્યસાહિત્ય :
જૈન વિદ્વાન નૂતન કાવ્યશૈલીમાં ઈસ્વી ત્રીજી ચોથી શતાબ્દીથી જ રચનાઓ કરવા લાગ્યા હતા. આ શૈલીમાં રચાયેલી કૃતિઓમાં કાવ્યના અનેક પ્રકારો અને કથાઓનાં બહુરંગી રૂપોનાં દર્શન થાય છે. તેમણે વિશાળકાય પૌરાણિક મહાકાવ્યો, સામાન્ય કાવ્યો, શાસ્ત્રીય મહાકાવ્યો, ખંડકાવ્યો, ગદ્યકાવ્યો, નાટક, ચમ્પ વગેરે વિવિધ કાવ્યપ્રકારોની તથા રમન્યાસ, ઉપન્યાસ, દૃષ્ટાન્તકથા, નીતિકથા, પુરાણકથા, લૌકિકકથા, અભુતકથા અને નાનાવિધ કૌતુકવર્ધક કથાઓની રચના કરી
જૈન કાવ્યસાહિત્યની વિષયવસ્તુ વસ્તુતઃ વિશાળ છે. તેમાં ઋષભ વગેરે ૨૪ તીર્થકરોનાં સમુદિત તથા પૃથક પૃથકુ ચરિત્ર, ભરત, સનકુમાર, બ્રહ્મદત્ત, રામ, કૃષ્ણ, પાંડવ, નલ વગેરે અને ચક્રવર્તી જેવી પ્રસિદ્ધિ પામનાર અનેક નરેશોનાં વિવિધ પ્રકારનાં આખ્યાન, નાના પ્રકારના સાધુ અને સાધ્વીઓ, રાજા-રાણીઓ, બ્રાહ્મણો અને શ્રમણો, શેઠ અને શેઠાણીઓ, ધનિકો અને ગરીબો, ચોર અને જુગારીઓ, ધૂર્તો અને ગણિકાઓ, ધર્મીઓ અને અધર્મીઓ, પુણ્યાત્માઓ અને પાપાત્માઓ તથા નાના પ્રકારના માનવોને વિષય બનાવીને લખાયેલા કથાગ્રંથો
જૈન કાવ્યસાહિત્યની ઈસ્વી સની શરૂઆતની શતાબ્દીઓથી પાંચમી સુધીમાં રચાયેલી કેટલીક કૃતિઓના તો માત્ર ઉલ્લેખો જ મળે છે. પાંચમીથી દસમી સુધીમાં લખાયેલી સર્વાગપૂર્ણ, વિકસિત અને આકરગ્રંથરૂપ વિશાળ રચનાઓ મળે છે; તેમને આપણે પ્રતિનિધિરૂપ રચનાઓ ગણી શકીએ પરંતુ તે રચનાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ છે. તેથી ઊલટું, અગીઆરમીથી અઢારમી શતાબ્દીઓમાં લખાયેલી એતદ્વિષયક રચનાઓ વિશાળ ગંગાની ધારાની જેમ પ્રચુર પ્રમાણમાં મળે છે, અને અત્યારે પણ મંદ અને ક્ષીણ ધારાના રૂપમાં પ્રવાહિત છે.
ભાષાના ક્ષેત્રમાં, જેન કાવ્યસાહિત્ય કોઈ એક જ ભાષામાં કદી બદ્ધ રહ્યું નથી. જૈનોએ એક બાજુ માંજલ, પ્રૌઢ, ઉદાત્ત સંસ્કૃતમાં તો બીજી બાજુ સર્વગ્રાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org