________________
જેન કાવ્યસાહિત્ય
વાસ્તવમાં કયો હતો. પંચકલ્યભાષ્ય અનુસાર આર્ય કાલક પ્રથમાનુયોગ, લોકાનુયોગ અને સંગ્રહણીઓના પ્રણેતા હતા. લોકાનુયોગ અષ્ટાંગ નિમિત્તવિદ્યાનો ગ્રન્થ હતો. તેનો નાશ થઈ જતાં ગંડિકાનુયોગની રચના કરવામાં આવી. સાચું ગમે તે હો પણ આજે તો પ્રથમાનુયોગ આપણી આગળ નથી અને ગંડિકાનુયોગ પણ નથી. તેથી પ્રથમાનુયોગની ભાષાશૈલી, વર્ણનપદ્ધતિ, વિષયવસ્તુ, છન્દ વગેરેમાં કઈ કઈ વિશેષતાઓ હતી એ જાણવા માટે આપણી પાસે અત્યારે કોઈ સાધન નથી.
પ્રથમાનુયોગવિષયક આપણને જે પ્રતિનિધિરૂપ રચનાઓ મળે છે – જેમકે વિમલસૂરિનું પમિચરિયું, જિનસેનનું હરિવંશપુરાણ, જિનસેનનું મહાપુરાણ, શીલાંકનું ચઉપગ્નમહાપુરિસચરિયું, ભદ્રેશ્વરકૃત કહાવલિ અને હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત – તે બધી રચનાઓમાં તેમને પ્રથમાનુયોગ વિભાગની રચનાઓ કહેવામાં આવી છે અને પ્રથમાનુયોગના આધારે રચાયેલી અનેક પ્રાચીન રચનાઓને (જમાંની અનેક અનુપલબ્ધ છે) પોતાનો સ્રોત માનવામાં આવી છે. પ્રથમાનુયોગ અને તેના આધારે રચાયેલી પ્રાચીન કૃતિઓ (જે ઈસ્વી સન્ની પ્રારંભિક શતાબ્દીઓમાં રચાઈ હતી) ભલે ન મળતી હોય, પરંતુ પ્રથમાનુયોગ અને એતદ્વિષયક પશ્ચાત્કાલીન સેંકડો રચનાઓ તથા અન્ય અનુયોગો (ચરણકરણ, ગણિત અને દ્રવ્યાનુયોગ)ની પણ રચનાઓ આગમેતર સાહિત્યની વિશાળતા, વ્યાપકતા અને લોકપ્રિયતાની અવશ્ય દ્યોતક છે.
આગમિક સાહિત્ય બહુ પાછળથી (ઈ.સ. ૪પ૩-૪૬૬માં) લિપિબદ્ધ થયું હતું તેથી આગમિક અને આગામેતર સાહિત્ય વચ્ચે નિશ્ચિત ભેદરેખા ખેંચવી સંભવ નથી. તેમ છતાં આગમિક સાહિત્ય પૂર્ણ થતાં પહેલાં જ આગમેતર સાહિત્યની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો અને ત્યારથી આજ સુધી આગમેતર સાહિત્યની કૃતિઓની રચનાઓ ચાલુ જ છે. અમે ઉપર એ પણ દર્શાવ્યું છે કે આગમેતર
૧. પછી તે કુત્તે પકે ડિયાનુયોગ યા ! ૨. વિમલસૂરિએ પૂર્વગતમાંથી નારાયણ અને બલદેવચરિત્ર સાંભળી પઉમચરિયની રચના
કરી. ચઉપન્નમહાપુરિસીરિયં નિબદ્ધ નામાવલિઓના (સમવાયાંગ, સૂત્ર ૧૩૨) આધારે લખાયું છે, પદ્મચરિત અનુત્તરવામ્પી કીર્તિધરની રચનાના આધારે રચાયું છે, અને જિનસેનના આદિપુરાણનો આધાર કવિ પરમેષ્ઠીકૃત વાગર્થસંગ્રહ જણાવવામાં આવ્યો
છે. 3. પાદલિપ્તસૂરિકૃત તરંગલોલા (ઈ. બીજી શતાબ્દી), ભદ્રબાહુકૃત વાસુદેવચરિત આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org