SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન કાવ્યસાહિત્ય જૈન કવિઓએ રૂપકાત્મક (allegorical) શૈલીમાં પણ ધર્મકથા કહેવાનો ઉપક્રમ કર્યો છે. ઉપમિતિભવપ્રપંચાકથા – આ કથામાં ચતુર્ગતિરૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. તેની સંસ્કૃતમાં સમાસ દ્વારા આ પ્રકારની વ્યુત્પત્તિ છે : उपमितिकृतो नरकतिर्यङ् नरामरगतिचतुष्करूपो भवः तस्य प्रपञ्चो यस्मिन् इति अर्थात् નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ ભવ = સંસારનો વિસ્તાર જે કથામાં ઉપમિતિ = ઉપમાનો વિષય બનાવાયો છે તે કથા ઉપમિતિભવપ્રપંચાકથા કહેવાય છે. સિદ્ધર્ષિગણિએ પોતાના શબ્દોમાં તેને નીચે પ્રમાણે વર્ણવી છે : कथा शरीरमेतस्या नाम्नैव प्रतिपादितम् । भवप्रपञ्चो व्याजेन यतोऽस्यामुपमीयते ॥ ५५ ॥ यतोऽनुभूयमानोऽपि परोक्ष इव लक्ष्यते । अयं संसारविस्तारस्ततो व्याख्यानमर्हति ॥ ५६ ॥ આ ગ્રંથ આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમાં ભવપ્રપંચની કથાની સાથે સાથે પ્રસંગવશ ન્યાય, દર્શન, આયુર્વેદ, જયોતિષ, સામુદ્રિક, નિમિત્તશાસ્ત્ર, સ્વમશાસ્ત્ર, ધાતુવિદ્યા, વિનોદ, વ્યાપાર, દુર્વ્યસન, યુદ્ધનીતિ, રાજનીતિ, નદી, નગર આદિનાં વર્ણનો પ્રચુર માત્રામાં કરવામાં આવ્યાં છે. કથાવસ્તુ – અદમૂલપર્યન્ત નગરમાં એક કુરૂપ દરિદ્ર ભિખારી રહેતો હતો. તે અનેક રોગોથી પીડાતો હતો. તેનું નામ “નિષ્ફયક' હતું. ભીખમાં તેને જે કંઈ લૂખુંસૂકું ભોજન મળતું હતું તેનાથી તેની ભૂખ મટતી ન હતી, ઊલટું વધતી જ જતી હતી. એક વાર તે તે નગરના રાજા સુસ્થિતના મહેલે ભિક્ષા લેવા ગયો. ધર્મબોધકર' રસોઈયાએ તથા રાજાની પુત્રી “તદ્દયાએ તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ૧. જિનરત્નકોશ, પૃ. પ૩; બિલ્ફિયોથેકા ઈન્ડિકા સિરિઝ, કલકત્તા, ૧૮૯૯-૧૯૧૪; દેવચન્દ્રલાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ (સં.૪૬), મુંબઈ ૧૯૧૮-૨૦; વિન્ટરનિસ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. પર૬-૫૩૨માં કથાનકનું વિવરણ વિસ્તારથી કર્યું છે; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૨-૧૮૬; આનો જર્મન અનુવાદ ડબલ્યુ. કિટ્ટેલે કર્યો છે, લિઝિલ, ૧૯૨૪; ગુજરાતી અનુવાદ–મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ત્રણ ભાગોમાં (પૃ. ૨૧૦૦), શ્રીં કાપડિયાએ આ કથા ઉપર વિસ્તૃત સમીક્ષાત્મક ગ્રન્થ “સિદ્ધર્ષિ' પણ લખ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy