________________
કથાસાહિત્ય
૨૭૭
ભોજન આપ્યું, તેની આંખોમાં “વિમલાલોક' આંજણ આંજર્યું અને “તત્ત્વપ્રીતિકર” જળથી તેની મુખશુદ્ધિ કરાવી. ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગ્યો પરંતુ ઘણા વખત સુધી પોતાના પુરાણા અસ્વાથ્યકર આહારને તે છોડી શક્યો નહિ. ત્યારે પેલા રસોઈયાએ “સબુદ્ધિ નામની સેવિકાને તેની સેવામાં મૂકી. તેથી તેની ભોજનઅશુદ્ધિ દૂર થઈ અને આમ નિષ્ણુણ્યક સપુણ્યક બની ગયો. હવે તે પોતાને મળેલ ઔષધિનો લાભ બીજાને આપવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તેને પહેલેથી જાણનારા લોકો તેનો વિશ્વાસ કરતા ન હતા. ત્યારે “સબુદ્ધિ સેવિકાએ સલાહ આપી કે પોતાની ત્રણે ઔષધિઓને કાષ્ઠપાત્રમાં મૂકી રાજમહેલના આંગણામાં તે પાત્ર મૂકે જેથી પ્રત્યેક વ્યક્તિ તે પાત્રમાંથી ઔષધિનો લાભ સ્વયં લઈ શકે.
કવિએ પ્રથમ પ્રસ્તાવનાં અંતિમ પદ્યોમાં આ રૂપકનો ખુલાસો કર્યો છે. અદષ્ટમૂલપર્યન્ત’ નગર એ તો આ સંસાર છે. અને “નિપૂણ્યક' અન્ય કોઈ નથી પણ કવિ પોતે જ છે. રાજા “સુસ્થિત' જિનરાજ છે અને તેનો “મહેલ' જૈનધર્મ છે. “ધર્મબોધકર' રસોઈયો ગુરુ છે અને તેની પુત્રી “તદ્દયા’ તેની દયાદષ્ટિ છે. જ્ઞાન જ “આંજણ છે, સાચી શ્રદ્ધા જ “મુખશુદ્ધિકર જલ' છે અને સચ્ચરિત્ર જ “સ્વાદિષ્ટ ભોજન છે. “સબુદ્ધિ જ પુણ્યનો માર્ગ છે અને “કાષ્ઠપાત્ર અને તેમાં રાખેલું ભોજન,મંજન અને અંજનઆગળ વર્ણવવામાં આવેલ કથા અનુસાર છે.
અનન્તકાળથી વિદ્યમાન મનુજગતિ નામના નગરમાં “કર્મપરિણામ' નામનો રાજા રાજ કરે છે. તે ઘણો જ શક્તિશાળી, ક્રૂર તથા કઠોર દંડ દેનારો છે. તે પોતાના વિનોદને માટે ભવભ્રમણ નાટક કરાવે છે, તેમાં જાતજાતનાં રૂપ ધરી જગતના પ્રાણીઓ ભાગ લે છે. આ નાટકથી તે ઘણો ખુશ રહે છે અને તેની રાણી “કાલપરિણતિ' પણ તેની સાથે આ નાટકનો રસ માણે છે. તેમને પુત્રની ઈચ્છા જાગે છે, પુત્ર જન્મતાં પિતા તરફથી તેનું નામ “ભવ્ય અને માતા તરફથી તેનું નામ “સુમતિ' રાખવામાં આવે છે. તે જ નગરમાં “સદાગમ' નામના આચાર્ય છે. રાજા તેમનાથી ખૂબ ડરે છે કારણ કે તે તેના એ નાટકનો ભંગ કરે છે અને કેટલાય અભિનેતાઓને એ નાટકથી છોડાવી “નિવૃત્તિ નગરમાં લઈ જઈ વસાવે છે. તે નગર તેના રાજય બહાર છે અને ત્યાં બધા ખૂબ આનંદમાં રહે છે. એક વાર “પ્રજ્ઞાવિશાલા' નામની દ્વારપાલી રાજકુમાર “ભવ્ય'ની મુલાકાત “સદાગમ' આચાર્ય સાથે કરાવવામાં સફળ થાય છે, અને સારા નસીબે રાજકુમારને તેમની પાસે શિક્ષણ લેવાની રજા પણ રાજારાણી આપી દે છે. એક વખત જયારે સદાગમ પોતાના ઉપદેશો બજારમાં દેતા હોય છે ત્યારે કોલાહલ સંભળાય છે. તે સમયે સંસારી જીવ' નામનો ચોર પકડાય છે અને જ્યારે ન્યાયાલયમાં કોલાહલપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org