SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૨૭૫ આ કૃતિ અનુષ્ટ્રમ્ છન્દમાં નિર્મિત છે અને ૧૬ પરિચ્છેદોમાં વિભક્ત છે. કર્તા અને રચનાકાળ – કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાં કર્તાની ગુરુપરંપરા આપી છે. તદનુસાર શ્રીપાલચરિત્રના રચનારા લબ્ધિસાગરસૂરિના (સં. ૧૫૫૭) શિષ્ય સૌભાગ્યસાગરે સં. ૧૫૭૧માં આની રચના કરી અને અનન્તહસે તેનું સંશોધન કર્યું.' ધર્મપરીક્ષા નામની રચનાઓમાં ૧૭મી સદીમાં શ્રુતકીર્તિ અને પાકીર્તિ કૃત ધર્મપરીક્ષાકથાઓનો ઉલ્લેખ મળે છે. લગભગ તે જ સદીમાં રામચન્દ્ર દિગંબરે પૂજ્યપાદાન્વયી પાનદિના શિષ્ય દેવચન્દ્રના અનુરોધથી સંસ્કૃતમાં ધર્મપરીક્ષાકથાની રચના કરી. તેનો ગ્રન્થાગ્ર ૯૦૦ શ્લોકપ્રમાણ છે. વરંગ જૈન મઠમાં કોઈ વાદિસિંહે રચેલી ધર્મપરીક્ષા હોવાનો ઉલ્લેખ મળે છે. ૧૮મી સદીમાં તપાગચ્છીય વિજયપ્રભસૂરિ(સં.૧૭૧૦-૧૭૪૮)ના શાસનકાળમાં જયવિજયના શિષ્ય માનવિજયે પોતાના શિષ્ય દેવવિજય માટે એક ધર્મપરીક્ષાની રચના કરી છે. ૪ યશોવિજયકૃત ધર્મપરીક્ષા તથા દેવસેનકૃત ધર્મપરીક્ષા પણ મળે છે પરંતુ તેમનો વિષય ધાર્મિક સિદ્ધાન્તોનું પ્રરૂપણ છે. કેટલીક અજ્ઞાતકર્તુત ધર્મપરીક્ષાઓ મળે છે પરંતુ તેમના પ્રતિપાદ્ય વિષય વિશે જાણવા મળ્યું નથી. - મનોવેગકથા – આ કથાસંગ્રહ અમિતગતિની ધર્મપરીક્ષા જેવો જ પારેવાસપૂર્ણ છે, તે સંસ્કૃત ગદ્યમાં રચાયો છે. કર્તાનું નામ અજ્ઞાત છે." મનોવેગ-પવનવેગકથાનક – આ પણ ઉક્ત ધર્મપરીક્ષાની જેમ જ મનોવેગપવનવેગની પ્રધાન કથા લઈને કરવામાં આવેલી ઉપહાસપૂર્ણ કથાઓનો સંગ્રહ છે. કર્તાનું નામ અજ્ઞાત છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; મુક્તિવિમલ જૈન ગ્રન્થમાલા, ગ્રન્થોક ૧૩, અમદાવાદ ૨. ભટ્ટારક સંપ્રદાય, લેખાંક પ૨૪ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૯૦ ૪. એજન ૫-૬. એજન, પૃ. ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy