SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧૩૯ ૩. નલચરિત - ધર્મદાસગણિવિરચિત વસુદેવહિડી અન્તર્ગત ૪, નલોપાખ્યાન – દેવપ્રભસૂરિવિરચિત પાંડવચરિત અન્તર્ગત ૫. નલચરિત – દેવવિજયગણિવિરચિત પાંડવચરિત અન્તર્ગત ૬. નલચરિત – ગુણવિજયગણિવિરચિત નેમિનાથચરિત અન્તર્ગત ૭. દવયંતીચરિત – સોમપ્રભાચાર્ય વિરચિત કુમારપાલપ્રતિબોધ અન્તર્ગત ૮. દવયન્તીકથા – સોમતિલકસૂરિવિરચિત શીલોપદેશમાલાવૃત્તિમાં ૯. દવયન્તીકથા - જિનસાગરસૂરિવિરચિત કપૂરપ્રકરટીકામાં ૧૦. દવયન્તીકથા – શુભશીલગણિવિરચિત ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં ૧૧. દવયન્તીપ્રબંધ – (ગદ્યરૂપ) ૧૨. દવયન્તીપ્રબંધ – (પદ્યરૂપ) જૈન ગ્રન્થાવલી ૧૩. દવયંતીચરિયર – પાટણભંડાર પ્રાકૃતસૂચીપત્ર હનુમાનચરિત- ચોવીસ કામદેવોમાં હનુમાન અઢારમા છે. રામચરિત્રકાવ્યોમાં તેમનું ચરિત્ર સારી રીતે આલેખાયું છે. છતાં તેમના ચરિત્રનું અવલંબન લઈને જૈન કવિઓએ સ્વતંત્ર કાવ્યકૃતિઓ રચી છે. તેમાં ૧૭મી શતાબ્દીના વિદ્વાન બ્રહ્મઅજિત ૧૨ સર્ગોવાળા એક હનૂમચ્ચરિત્રની રચના કરી છે. તેને અંજનાચરિત કે સમીરણવૃત્ત પણ કહે છે. તે તે સમયનું લોકપ્રિય કાવ્ય હતું. કર્તા અને રચનાકાળ- બ્રહ્મઅજિત સંસ્કૃતના સારા વિદ્વાન હતા. તે ગોલશૃંગાર જાતિના શ્રાવક હતા. તેમના પિતાનું નામ વીરસિંહ અને માતાનું નામ પીથા હતું. તે ભટ્ટારક સુરેન્દ્રકીર્તિના પ્રશિષ્ય અને ભટ્ટારક વિદ્યાનન્દિના શિષ્ય હતા. તેમણે ભૃગુકચ્છપુર (ભરૂચ)ના નેમિનાથ ચૈત્યાલયમાં હનૂમચ્ચરિત્રની રચના પૂરી કરી હતી. રચનાસંવત્ આપ્યો નથી. અન્ય હનૂમચ્ચરિત્રોમાં ૧૫મી શતાબ્દીના બ્રહ્મજિનદાસની એક ગુજરાતી રચના છે અને રવિણ અને બ્રહ્મદયાલની રચનાઓ પણ સંભવતઃ દેશી ભાષાઓમાં છે. હનુમાનની માતા અંજનાના નામથી પણ કેટલાંય ચરિતો લખાયાં છે, તેમનો પરિચય અલગ આપવામાં આવશે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૬૬ ૨. એજન ૩. જિનરત્નકોશ, પૃ. ૪૫૯; ડૉ. કસ્તુરચન્દ્રકાસલીવાલ - રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy