SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જૈન કાવ્યસાહિત્ય કવિએ તેની રચના ક્યારે કરી એ જાણવાનું વિશેષ સાધન ન હોવા છતાં કવિના સમય ઉપર કાશ ફેંકનાર કેટલીક બાબતો આપણને મળે છે. નલાયનના ત્રીજા સ્કન્ધના અંતિમ શ્લોકમાંથી જાણવા મળે છે કે કવિએ આ કાવ્ય પહેલાં યશોધરચરિત્ર નામના કાવ્યની રચના કરી હતી. બન્ને કાવ્યોમાં કેટલાક શ્લોકો સમાન રૂપમાં મળે છે. યશોધચરિત્રના પ્રારંભમાં મંગલાચરણનું નીચેનું પદ્ય હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાંથી લીધેલું જણાય છે. તે પદ્ય છે – करामलकवद्विश्वं कलयन् केवलश्रिया । अचिन्त्यमाहात्म्यनिधिः सुविधिोधयेऽस्तु वः ॥' હવે હેમચન્દ્રનો સમય ઈ.સ.ની બારમી શતાબ્દી હોવાથી માણિજ્યસૂરિનો સમય તેના પછીનો હોવો જોઈએ. જૈન પ્રતિમાલેખસંગ્રહમાં સમાવિષ્ટ બે લેખોના આધારે એ કહી શકાય કે માણિક્યસૂરિ સં. ૧૩૨૭થી સં. ૧૩૭૫ની વચ્ચે જીવિત હતા. સં. ૧૩૨૭માં તેમણે મહાવીરપ્રતિમાની અને ૧૩૭૫માં પાર્શ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ બે સંવતોની વચ્ચેના કાળમાં ગમે ત્યારે તેમણે પોતાનાં બન્ને મહાકાવ્યોની રચના કરી હશે, એમ આપણે માની શકીએ. નલાયનકાવ્યના અન્ય સ્કન્ધોની પુષ્પિકાઓમાં માણિજ્યસૂરિની બીજી રચનાઓનાં નામ મળે છે, જેમકે ૧. અનુભવસારવિધિ, ૨. મુનિચરિત, ૩. મનોહરચરિત, ૪, પંચનાટક. પરંતુ આ ગ્રંથોની ખોજ આજ સુધી થઈ નથી. જૈન વિદ્વાનોની નલવિષયક સંસ્કૃત-પ્રાકૃત અન્ય કૃતિઓ નીચે પ્રમાણે છે : ૧. નવવિલાસનાટક – રામચન્દ્રસૂરિકૃત ૨. નલચરિત – ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત અન્તર્ગત १. एतत् किमप्यनवमं नवमङ्गलाङ्कं श्रीमद्यशोधरचरित्रकृता कृतं यत् । - तृतीयस्कन्ध । ૨. સ્કન્ધ ૯, સર્ગ ૨, શ્લોક ૮ તથા યશોધરચરિત્ર, સર્ગ ૨, શ્લોક ૩૩; સ્કન્ધ ૯, સર્ગ ૨, શ્લોક ૨૬ તથા યશોધરચરિત્ર, સર્ગ ૨, શ્લોક ૩૪; સ્કન્ધ ૫, સર્ગ ૧, શ્લોક ર૯ તથા યશોધરચરિત્ર, સર્ચ ૧૩, શ્લોક ૭૮ ૩. ત્રિ. શ. પુ. ચ., પર્વ ૧.૧૧ 4. બુદ્ધિસાગરસૂરિ – જૈન પ્રતિમાલેખસંગ્રહ, પ્રથમ ભાગ, લેખ સંખ્યા ૧૩૭ અને ૯૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy