SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન કાવ્યસાહિત્ય બલિરાજચરિત – આમાં ૧૯મા કામદેવનું ચરિત્ર આલેખાયું છે. તેને બલિનરેન્દ્રકથાનક યા બલિનરેન્દ્રાખ્યાન પણ કહે છે. તેનું બીજું નામ ભુવનભાનુકેવલિચરિત્ર પણ છે. આના ઉપર અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. સંસ્કૃતમાં આ વિષય ઉપર મલધારી હેમચન્દ્ર તથા હરિભદ્રસૂરિકૃત કાવ્યોનો ઉલ્લેખ મળે છે. વિજયસિહસૂરિના શિષ્ય ઉદયવિજય તથા મલધારીગચ્છના વિજયચન્દ્રસૂરિની રચનાઓનો પણ નિર્દેશ મળે છે. આ બધી કૃતિઓનો રચનાકાળ અજ્ઞાત છે. બલિનરેન્દ્રકથાનક નામના સંસ્કૃતમાં ઉપલબ્ધ કાવ્યના કર્તા તપાગચ્છના ધર્મહંસગણિના શિષ્ય ઈન્દ્રરંસગણિ છે, તેમણે સંવત ૧૫૫૪માં આ રચના કરી હતી. આ જ ઈન્દ્રરંસગણિએ સં. ૧૫૫૭માં આ ચરિત્રને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ કર્યું હતું. આ જ ચરિત્ર' હીરકલશગણિએ સં. ૧૫૭૨માં રચ્યું છે. બે અન્ય અજ્ઞાતકર્તક રચનાઓ મળે છે. વસુદેવચરિત – કૃષ્ણના પિતા વસુદેવ જૈન માન્યતા અનુસાર ૨૦મા કામદેવ હતા. તેમનું ચરિત જૈન સાહિત્યમાં ઘણા રોચક અને વ્યાપક રૂપમાં વર્ણવવામાં આવ્યું છે. આ સંબંધમાં સૌપ્રથમ જ્ઞાત રચના ભદ્રબાહુકૃત વસુદેવચરિત્ર" છે, તે આજ સુધી અનુપલબ્ધ છે. તેનો ઉલ્લેખ દેવચન્દ્રસૂરિ તથા માણિક્યચન્દ્રસૂરિના શાન્તિનાથચરિત્રમાં કરવામાં આવ્યો છે. વસુદેવહિપ્પી – આનો અર્થ વસુદેવની યાત્રાઓ છે. વસુદેવહિંડીમાં વસુદેવ ઘર છોડી દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે એની કથાઓ આપી છે. પોતાની ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮૨ અને ૨૯૮ ૨. એજન, પૃ. ૨૯૮ ૩. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૯૮ ૫. એજન ૬. પાટણ ગ્રન્થ સૂચીપત્ર, ભાગ ૧ (ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ સં. ૭૬), પૃ. ૨૦૪; જિનરત્નકોશ, પૃ. ૩૪૪ ૭. સંપાદક - મુનિ પુણ્યવિજયજી, આત્માનન્દ જૈન ગ્રન્થમાલા, ભાવનગર, ૧૯૩૧; ગુજરાતી અનુવાદ - ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા, આત્માનન્દ જૈન ગ્રન્થમાલા, ભાવનગર, વિ.સં. ૨૦૦૩; જિનરત્નકોશ, પૃ. ૩૪૪; આ ગ્રન્થનો પ્રથમ ખંડ જ હજુ સુધી પ્રકાશિત થયો છે. તેમાં પણ ૧૯-૨૦ સંભકો અનુપલબ્ધ છે તથા ૨૮મો અપૂર્ણ છે. સ્વીડીશ ભાષામાં પણ આનો અનુવાદ પ્રકાશિત થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy