SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્યા ૧૩૧ પંડિત જગન્નાથકૃત “સુભમચરિત્ર'' નામની એક રચનાનો ઉલ્લેખ મળે છે. નવમા ચક્રવર્તી મહાપદ્મના ચરિત્રનું આલેખન કરતી કોઈ પણ કૃતિનો ઉલ્લેખ નથી મળતો પરંતુ દસમા ચક્રવર્તી હરિપેણ ઉપર પ્રાકૃતમાં રચાયેલા હરિફેણચરિત્રનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે, અગીઆરમાં ચક્રવર્તી ઉપર પ્રાકૃતમાં રચાયેલા જયચક્રીચરિત્રનો ઉલ્લેખ મળે છે. બારમા ચક્રવર્તી ઉપર બ્રહ્મદત્તચક્રવર્તિકથાનક યા બ્રહ્મદત્તકથાનામની રચનાનો ઉલ્લેખ મળે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (હેમચન્દ્ર)ના નવમા પર્વમાં વિસ્તારથી બારમા ચક્રવર્તીનું ચરિત્ર આલેખાયું છે, તેનું નામ છે બ્રહ્મદત્તચક્રવર્તિકથાનક.૫ નવ અર્ધચક્રવર્તી કે નવ વાસુદેવો ઉપર કેવળ કૃષ્ણ સિવાય અન્ય કોઈ ઉપર સ્વતંત્ર રચના મળતી નથી. કૃષ્ણચરિત (કણહચરિય) – આ ચરિત શ્રાદ્ધદિનકૃત્ય નામની કૃતિમાં દૃષ્ટાન્ત રૂપે દેવામાં આવ્યું છે. ત્યાંથી લઈને સ્વતન્ત્ર રૂપે તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં ૧૧૬૩ પ્રાકૃત ગાથા છે. તેમાં વસુદેવચરિત, કંસચરિત, ચારુદત્તચરિત, કૃષ્ણ-બલરામચરિત, રાજીમતીચરિત, નેમિનાથચરિત, દ્રૌપદીહરણ, દ્વારિકાદાહ, બલદેવદીક્ષા, નેમિનિર્વાણ અને પછી કૃષ્ણ ભાવિતીર્થંકર અમમ નામે થવાના છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આખી કથાનો આધાર વસુદેવહિપ્પી અને જિનસેનકૃત હરિવંશપુરાણ છે. આ રચના આદિથી અંત સુધી કથાપ્રધાન છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા તપાગચ્છના દેવેન્દ્રસૂરિ છે. તેમની બીજી રચના સુદંસણાચરિયું અર્થાત્ શકુનિકાવિહાર પણ મળે છે. તેમાં કર્તાએ પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે : ચિત્રાપાલકગચ્છમાં ભુવનચન્દ્ર ગુરુ થયા. તેમના શિષ્ય હતા દેવભદ્ર મુનિ. દેવભદ્રના શિષ્ય હતા જગચ્ચન્દ્રસૂરિ. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૬ ૨. એજન, પૃ. ૪૬૧ ૩. એજન, પૃ. ૧૩૩ ૪. એજન, પૃ. ૨૮દ ૫. એજન ૬. ઋષભદેવ કેશરીમલ શ્વેતાંબર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy