________________
૧૩૦
જૈન કાવ્યસાહિત્ય
વિનંતીથી કરી હતી. તેની રચના સં. ૧૨૧૪ આસો વદ ૭ બુધવારે થઈ હતી. તેની પહેલી પ્રતિ હેમચન્દ્રમણિએ લખી હતી.
સનકુમાર ચક્રવર્તીનું ચરિત એટલું રોચક છે કે તેના ઉપર બીજી અનેક રચનાઓ થઈ છે. સંસ્કૃતમાં ૨૪ સર્ગોવાળું એક ઉચ્ચ કોટિનું મહાકાવ્ય પણ રચાયું છે. તેના કર્તા કવિ જિનપાલ ઉપાધ્યાય (સં. ૧૨૬૨-૭૮) છે. ૧ તેનું વિવેચન મહાકાવ્યોના પ્રસંગે કરવામાં આવશે. અપભ્રંશ ભાષામાં નેમિનાહચરિકની અંદર હરિભદ્રસૂરિએ રડા છંદમાં સનસ્કુમારનું ચરિત્ર વિસ્તારથી આલેખ્યું છે; તેનું સંપાદન, જર્મન અનુવાદ સાથે, પ્રસિદ્ધ જર્મન વિદ્વાન હર્મન યાકોબીએ કર્યું છે. સંસ્કૃત ભાષામાં સનકુમારચરિત્ર નામની એક અજ્ઞાત કવિની રચના પણ જેસલમેરના ભંડારમાંથી મળી છે. - પાંચમાં, છઠ્ઠા એ સાતમા ચક્રવર્તી શાન્તિનાથ, કુન્થનાથ અને અરનાથ છે. અર્થાત સોળમા, સત્તરમા અને અઢારમા તીર્થકર છે. તીર્થકરચરિત્રોમાં તેમના વિષયની રચનાઓનો પરિચય આપી દીધો છે.
સુભૌમચરિત – આમાં આઠમા ચક્રવર્તી સુભૌમના ચરિત્રનું આલેખન છે. આ સાધારણ કોટિની રચના છે. તે ૭ સર્ગોમાં વિભક્ત છે. કુલ ૮૯૧ શ્લોકો છે. પ્રત્યેક સર્ગમાં “૩$ વ’ કહીને અન્ય કૃતિઓમાંથી અનેક અંશો ઉદ્ધત કરવામાં આવ્યા છે. આ ચરિત્રમાં કવિએ કથાપ્રસંગો દ્વારા અભિમાન કરવાનું પરિણામ, નિદાનનું ફળ, અતિ લોભનું ફળ, અને નવકાર મંત્રનું માહાભ્ય દર્શાવ્યું છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા ભટ્ટારક રત્નચન્દ્ર પ્રથમ છે. ગ્રન્થના અત્તે એક પ્રશસ્તિ છે, તેમાં તેમની ગુરુપરંપરા આપી છે. તે મુજબ ભટ્ટારક સકલકીર્તિની પરંપરામાં ભુવનકીર્તિ, તેમના શિષ્ય રત્નકીર્તિ, તેમના શિષ્ય યશ-કીર્તિ, તેમના શિષ્ય ગુણચન્દ્ર, તેમના શિષ્ય જિનચન્દ્ર, અને જિનચન્દ્રના શિષ્ય સકલચન્દ્ર થયા. સકલચન્દ્રના શિષ્ય રત્નચન્દ્ર હતા. તે મૂલસંઘના સરસ્વતીગચ્છના ભટ્ટારક હતા. કૃતિનો રચનાકાળ સં. ૧૬૮૩ ભાદરવા સુદ ૫ આપવામાં આવ્યો છે. આ રત્નચન્દ્રની અન્ય રચના “ચૌવીસી’ ગુજરાતીમાં છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૨ ૨. એજન ૩. એજન ૪. દિગંબર જૈન પુસ્તકાલય, સૂરત, વિ.સં. ૨૦૧૮, મૂલ અને પં. લાલારામ શાસ્ત્રીકૃત | હિન્દી અનુવાદ, જિનરત્નકોશ, પૃ. ૪૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org