SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જેન કાવ્યસાહિત્ય અને આ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા દેવેન્દ્રસૂરિ. તેમના એક ગુરુભાઈ વિજયચન્દ્રસૂરિ હતા. તપાગચ્છ પટ્ટાવલી અનુસાર કર્તા દેવેન્દ્રસૂરિના દાદાગુરુ વસ્તુપાલ મહાઅમાત્યના સમકાલીન હતા. પ્રસ્તુત કૃષ્ણચરિત્રનો રચનાકાળ ચૌદમી શતાબ્દીનો ઉત્તરાર્ધ થાય છે. નવ પ્રતિવાસુદેવોના ચરિતો ઉપર કોઈ સ્વતંત્ર કાવ્યો રચાયાં નથી. તેવી જ રીતે નવ બલદેવોમાં રામ અને બલભદ્ર સિવાય બીજા કોઈ ઉપર કાવ્ય રચાયાં નથી. રામવિષયક રચનાઓનું વર્ણન અમે પહેલાં કરી દીધું છે. બલભદ્રચરિત્ર ઉપર શુભવર્ધનગણિએ કાવ્ય રચ્યું છે, તે પ્રકાશિત છે. - જૈનધર્મના ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ અર્ધચક્રવર્તી (નારાયણ), ૯ પ્રતિઅર્ધચક્રવર્તી (પ્રતિનારાયણ) અને ૯ બલદેવ મળી કુલ ૬૩ શલાકાપુરુષો ઉપરાંત ૨૪ કામદેવ (અતિશય રૂપવાન) છે, તેમાંથી કેટલાકનાં ચરિત્રો તો જૈન કવિઓને બહુ જ રોચક લાગ્યાં છે એટલે તેમણે તેમના ઉપર કાવ્યકૃતિઓનું સર્જન કર્યું છે. ૨ ૨૪ કામદેવ આ પ્રમાણે છે – બાહુબલિ, પ્રજાપતિ, શ્રીભદ્ર, દર્શનભદ્ર, પ્રસેનચન્દ્ર, ચન્દ્રવર્ણ, અગ્નિમુખ, સનકુમાર, વત્સરાજ, કનકપ્રભ, મેઘપ્રભ, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજા, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્મુ. આમાં સનકુમારનું ચરિત્ર ચક્રવર્તીઓના પ્રસંગમાં આપવામાં આવ્યું છે. શાન્તિ, કુન્થ અને અર તીર્થકરોમાં આવે છે. બાકીનામાં બાહુબલિ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજ, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્બુનાં ચરિત્રો ઉપર જૈન કવિઓએ બહુવિધ રચનાઓ કરી છે. બાહુબલિના જીવનચરિત્રને ઋષભદેવ યા ભરત ચક્રવર્તીનાં ચરિત્રોની સાથે જ સમ્બદ્ધ સમજવામાં આવે છે અને તેમની સાથે જ આલેખવામાં આવે છે પરંતુ બાહુબલિચરિત્ર” નામે બે સ્વતંત્ર રચનાઓનો ઉલ્લેખ મળે છે. પ્રથમનો ગ્રન્થાગ્ર ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૨ ૨. કામદેવના જીવનની વિશેષતા એ છે કે તે અનેક આકર્ષણોથી ભરપૂર હોય છે. તેમાં માનવની દુર્બળતાઓ અને તેના ઉત્થાન-પતનનું ચિત્રણ દર્શાવવામાં આવે છે. બધા કામદેવ ચરમશરીરી (ત જ જન્મમાં મોક્ષે જનાર) હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy