SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૬ જૈન કાવ્યસાહિત્ય નેમિનાથમહાકાવ્ય કા મક દૃષ્ટિએ આ કૃતિ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ૧૨ સર્ગ છે અને ૭૦૩ પદ્ય છે. સર્ગોના નિર્માણમાં વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સર્ગ ૧, ૪, ૭ અને ૯માં અનુષ્ટ્રમ્ છંદ, પ-૬માં ઉપેન્દ્રવજા, ૩માં ઈન્દ્રવજા, ૮માં દ્રતવિલંબિત, ૧૧માં વિયોગિની તથા ૨,૧૦ અને ૧૨માં તેમ જ પ્રત્યેક સર્ગને અત્તે વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષા માધુર્ય અને પ્રસાદગુણથી યુક્ત છે. ૧૨મા-સર્ગના અંતે શબ્દાલંકારની છટા જોવા જેવી છે. આ કાવ્યમાં પૂર્વભવોનું વર્ણન એકદમ છોડી દેવામાં આવ્યું છે. સર્ગ પ્રથમમાં ચ્યવનકલ્યાણક, બીજામાં પ્રભાત, ત્રીજામાં જન્મકલ્યાણક, ચોથામાં દિકકુમારીઓનું આગમન, પાંચમામાં મેરુવર્ણન, છઠ્ઠામાં જન્માભિષેક, સાતમામાં જન્મોત્સવ, આઠમામાં પઋતુઓ, નવમામાં કન્યાલાભ, દસમામાં દીક્ષાવર્ણન, અગીઆરમામાં મોહસંયમયુદ્ધવર્ણન અને બારમામાં જનાર્દનનું આગમન, તેના દ્વારા સ્તુતિ તથા નેમિનાથના મોક્ષનું વર્ણન આપવામાં આવેલ છે. આ લઘુ કાવ્યને પ્રભાતવર્ણન, મેરુવર્ણન, ષઋતુવર્ણન આદિ દ્વારા મહાકાવ્યોચિત લક્ષણોથી વિભૂષિત કરવાને કારણે તેને મહાકાવ્યની સંજ્ઞા પણ આપવામાં આવી છે. કર્તા અને રચનાકાળ – કાવ્યના કર્તાનું નામ કીર્તિરાજ ઉપાધ્યાય છે (જ પછી કીર્તિરત્નસૂરિ થયા). આનું સૂચન ૧૨માં સર્ગના અંતિમ પદ્યમાં છે. ઉક્ત પદ્યમાં કવિએ આ કાવ્યને “વ્યાખ્યાનિમિત્તમ્' લખ્યાનું જણાવ્યું છે પરંતુ આ કાવ્યની પ્રૌઢતા જોઈ એવું નથી લાગતું. આ કાવ્યના પઠનથી તો એવું લાગે છે કે કવિ વ્યાકરણ, છંદ, અલંકાર અને શબ્દપ્રયોગના વિશારદ હતા. કવિ ક્યાં અને ક્યારે થયા અને કઈ આચાર્ય પરંપરાના હતા એ બાબતે ઉક્ત કૃતિમાંથી જાણવા મળતું નથી. આ કાવ્યની એક હસ્તલિખિત પ્રતિમાં એક બાજુ ઉપર લખ્યું છે કે “. ૧૪૨૧ વર્ષે શ્રી યોગિનીપુરે (દિલ્હી) નિશ્વિતમ્'. સંભવતઃ આ કે આના પૂર્વેનો કવિનો સમય હશે. એક અનુમાન છે કે કવિ ખરતરગચ્છના હતા. નેમિનાથચરિત આચરિત્ર સંસ્કૃત ગદ્યના ૧૩વિભાગોમાં વિભક્ત છે. ગ્રન્થપ૨૮૫શ્લોકપ્રમાણ ૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૭; યશોવિજય જૈન ગ્રન્થમાલા (સં. ૩૮), ભાવનગર, વી.સં. ૨૪૪૦ ૨. દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, ૧૯૨૦; ગુજરાતી અનુવાદ - જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૮૦; જિનરત્નકોશ, પૃ. ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy