SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧૧૭ આમાં નેમિનાથના નવ પૂર્વભવોનું, નેમિનાથ અને રામતીના નવ ભવોમાં ઉત્તરોત્તર આદર્શ પ્રેમનું, પતિપત્નીના અલૌકિક સ્નેહનું, રામતીના વૈરાગ્યનું, તેમના સાધ્વીજીવનનું, નેમિનાથનીબાલક્રીડાનું, દીક્ષાનું, કેવળજ્ઞાનનું અને મોક્ષગમનનું સુંદર વર્ણન છે. સાથે સાથે કાવ્યમાં વસુદેવ રાજાના ચરિત્રનું અને ઉચ્ચ શ્રેણીનાં પુણ્યફલો અને મધુરફલોનું વર્ણન, શ્રીકૃષ્ણનાં ચરિત્ર, વૈભવ, પરાક્રમ અને રાજ્યનું વર્ણન, પ્રતિનારાયણ જરાસંધના વધનું વર્ણન, નેમિનાથ પ્રતિ શ્રીકૃષ્ણની અપૂર્વ ભક્તિનું વર્ણન, તદ્દભવ મોક્ષગામી શ્રીકૃષ્ણના શામ્બ અને પ્રદ્યુમ્નનું જીવનવૃત્તાન્તવર્ણન, નલદમયન્તીના જીવનચરિત્રનું નિરૂપણ, નલરાજાની પોતાના બંધુ કુબેરથી જુગારમાં હારનું વર્ણન, નલરાજાના રાજત્યાગનું વર્ણન, દમયન્તીના પતિવિયોગનું, તેને પડેલાં કષ્ટોનું, તેના અદૂભુત પૈર્યનું, તેની શીલરક્ષાનું વર્ણન, પાંડવોના ચરિત્રનું નિરૂપણ, દ્રૌપદીના સ્વયંવરનું વર્ણન, તેની પતિસેવાનું વર્ણન અને દ્વારિકાદહનનું વર્ણન આવે છે. કવિ અને રચનાકાળ – કાવ્યના કર્તા તપાગચ્છના હીરવિજયસૂરીશ્વરના પટ્ટધર કનકવિજય પંડિતના પ્રશિષ્ય અને વાચક વિવેકહર્ષના શિષ્ય ગુણવિજયગણિ છે. તેમણે સૌરાષ્ટ્રના સુરપત્તન શહેર પાસે આવેલા દંગબંદરમાં સં. ૧૬૬૮ના આષાઢ મહિનાની પાંચમે કૃતિનો પ્રારંભ કર્યો અને શ્રાવણ મહિનાની છટ્ટે કૃતિ પૂર્ણ કરી. તેમણે કૃતિની રચના જીતવિજયગણિના અનુરોધથી કરી હતી. કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી આ વાતો જાણવા મળે છે. અન્ય અપ્રકાશિત નેમિચરિતના કર્તાઓ છે તિલકાચાર્ય (ગ્રન્થાગ્ર ૩૫૦૦ શ્લોકપ્રમાણ), નરસિંહ, ભોજસાગર, હરિણ, મંગરસતથા મલ્લિભૂષણશિષ્ય બ્રહ્મ. નેમિદત્ત; આ બધાં નેમિચરિતોના ઉલ્લેખો મળે છે. બ્રહ્મ. નેમિદત્તની કૃતિનું નામ નેમિનિર્વાણકાવ્ય તથા નેમિપુરાણ પણ છે. તેની રચના સં. ૧૯૩૬માં થઈ હતી. તેમાં ૧૩ સર્ગ છે. કર્તાએ પોતાને મૂલસંઘ સરસ્વતીગચ્છના કહ્યા છે. શાસ્ત્રીય મહાકાવ્યની શૈલીમાં રચાયેલ, નેમિનાથવિષયક એક મહાકાવ્યનો નિર્દેશ કરવો રહી ગયો. તે છે પાસુન્દરે રચેલું યદુસુન્દર મહાકાવ્ય. તેનું પ્રકાશન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી થયું છે. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનું ચરિત્ર ઘટનાપ્રધાન અને ચમત્કારી હોવાને કારણે જૈન લેખકોએ પ્રાકૃત, ૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૭-૨૧૮ ૨. આનો હિન્દી અનુવાદ પં. ઉદયલાલ કાસલીવાલે કર્યો છે - દિગમ્બર જૈન પુસ્તકાલય, સૂરત, સં. ૨૦૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy