SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય તેમની ત્રણ વિશાળ કૃતિઓના અંતે આપવામાં આવેલાં પ્રશસ્તિપઘો ઘણા મહત્ત્વનાં છે. તેમના દ્વારા દેવભદ્રસૂરિની ગુરુપરંપરા તથા રચનાઓના સંવનું જ્ઞાન થાય છે. તે મુજબ આચાર્ય દેવભદ્ર સુમતિવાચકના શિષ્ય હતા, આચાર્ય પદ મળ્યા પહેલાં તેમનું નામ ગુણચન્દ્રગણિ હતું. આ નામથી તેમણે વિ.સં. ૧૧૨૫માં સંવેગરંગશાલા નામના આરાધનાશાસ્ત્રનો સંસ્કાર કર્યો હતો અને વિ.સં. ૧૧૩૯માં મહાવીરચરિયુંનું સર્જન કર્યું હતું. સંવેગરંગશાલાની પુષ્પિકામાં 'तद्विनेय श्री प्रसन्नचन्दसूरि समभ्यर्थितेन गुणचन्द्रगणिना तथा तव्वयणेणं गुणचंदेणं' પદો દ્વારા જાણવા મળે છે કે આચાર્ય પ્રસન્નચન્દ્ર અને દેવેન્દ્રસૂરિનો પારસ્પરિક સંબંધ દૂરનો હતો અને બંને પરસ્પર અનુરાગી હતા. ગુણચન્દ્ર તેમને ઘણા આદરથી જોતા હતા એ વાત કથારત્નકોશ અને પાર્શ્વનાથની પ્રશસ્તિમાં આવતાં ‘તસ્સેવોદિ’ અને ‘યપણ્ડમલેવદિ’ પદોથી જણાય છે. પ્રસન્નચંદ્રે ગુણચંદ્રના ગુણોથી આકર્ષાઈને તેમને આચાર્ય પદે આરૂઢ કર્યા હતા. તેમણે પોતાના નામ સાથે કોઈ ગણ-ગચ્છનો ઉલ્લેખ કર્યો નથી પણ વિસ્તૃત પ્રશસ્તિઓમાં પોતાનો સંબંધ વજ્રશાખા, ચંદ્રકુલની પરંપરા સાથે દર્શાવ્યો છે. આ કૃતિઓ ઉપરાંત બીજી કેટલીક કૃતિઓ પણ મળે છે : પ્રમાણપ્રકાશ, અનન્તનાથસ્તોત્ર, સ્તંભનકપાર્શ્વનાથ તથા વીતરાગસ્તવ.૧ ૨. મહાવીરચરિય મહાવીર ઉપર પ્રાકૃતમાં આ બીજી રચના છે. તે પદ્યબદ્ધ છે. તેનું પ્રમાણ ૩૦૦૦ ગ્રન્થાગ્ર છે. તેમાં કુલ ૨૩૮૫ ૫ઘ છે. ૨ ૯૧ તેનો પ્રારંભ મહાવીરના ૨૬મા પૂર્વભવમાં ભગવાન ઋષભના પૌત્ર મરીચિના પૂર્વજન્મમાં એક ધાર્મિક શ્રાવકની કથાથી થાય છે. તેણે એક આચાર્ય પાસે આત્મશોધન માટે અહિંસાવ્રત ધારણ કરી પોતાનું જીવન સુધાર્યું અને આયુના અંતે ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ નામે તેમનો જન્મ થયો. એક સમય ભરત ૧. આત્માનન્દ જૈન ગ્રન્થમાલા તરફથી પ્રકાશિત અને સ્વ. મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત કહારયણકોસો (૧૯૪૪)ના અન્તે આ બધી લઘુ કૃતિઓ પ્રકાશિત છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૬; પ્રકાશિત - જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy