________________
જૈન કાવ્યસાહિત્ય
ચક્રવર્તીએ ભગવાન ઋષભના સમવસરણમાં આગામી મહાપુરુષોના સંબંધમાં તેમનાં જીવનોનો પરિચય સાંભળતાં પૂછ્યું – ભગવન્, તીર્થંકર કોણ કોણ થશે? શું આપણા વંશમાં પણ કોઈ તીર્થંકર થશે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ ઋષભે કહ્યું કે ઈક્ષ્વાકુવંશના મરીચિ અંતિમ તીર્થંકરનું પદ પ્રાપ્ત કરશે. ભગવાનની પોતાના વિશેની આ ભવિષ્યવાણીને સાંભળી મરીચિ પ્રસન્નતાથી નાચવા લાગ્યા અને અહંભાવથી વિવેક તથા સમ્યક્ત્વની ઉપેક્ષા કરી તપભ્રષ્ટ થઈ મિથ્યામતનો પ્રચાર કરવા લાગ્યા. તેના પરિણામે તે અનેક જન્મોમાં ભટક્યા.
૯૨
આ રચનામાં ભગવાન મહાવીરના ૨૫ પૂર્વભવોનું વર્ણન રોચક રીતે થયું છે. ભાષા સરળ અને પ્રવાહી છે. ભાષાને પ્રભાવક બનાવવા માટે અલંકારોની યોજના પણ કરવામાં આવી છે.
રચયિતા અને રચનાકાલ આ કૃતિના રચિયતા બૃહદ્ગચ્છના આચાર્ય નેમિચન્દ્રસૂરિ છે. તેમનો સમય વિક્રમની ૧૨મી સદી મનાય છે. તેમની નાનીમોટી પાંચ રચનાઓ મળે છે ૧. આખ્યાનકમણિકોશ (મૂળ ગાથા પર), ૨. આત્મબોધકુલક અથવા ધર્મોપદેશકુલક, ૩. ઉત્તરાધ્યયનવૃત્તિ (પ્રમાણ ૧૨૦૦૦ શ્લોક), ૪. રત્નચૂડકથા (પ્રમાણ ૩૦૮૧ શ્લોક) અને ૫. મહાવીરચરિયું (પ્રમાણ ૩૦૦૦ શ્લોક). પ્રસ્તુત રચના તેમની અંતિમ કૃતિ છે અને તેનો રચનાકાળ સં. ૧૧૪૧ છે.
—
ww
તેમની અંતિમ ત્રણ કૃતિમાં આપવામાં આવેલ પ્રશસ્તિપદ્યોમાંથી તેમની ગુરુપરંપરાનો પરિચય આ મુજબ મળે છે : બૃહદ્ગચ્છ (પ્રા. વડુ, વડગચ્છ)માં દેવસૂરિના પટ્ટધર નેમિચન્દ્રસૂરિ થયા, તેમના પટ્ટધર ઉદ્યોતનસૂરિના શિષ્ય આદ્રદેવ ઉપાધ્યાયના શિષ્ય નેમિચન્દ્રસૂરિ થયા. રચયિતાના દીક્ષાગુરુ તો આમ્રદેવ ઉપાધ્યાય હતા પરંતુ તે આનન્દસૂરિના મુખ્ય પટ્ટધર તરીકે સ્થાપિત થયા હતા. પટ્ટધર થયા તે પહેલાં તેમની સામાન્ય મુનિ અવસ્થા (વિ.સં. ૧૧૨૯ પહેલાં)નું નામ દેવિંદ (દેવેન્દ્ર) હતું. પછી તેમનાં બંને નામો મળે છે – દેવેન્દ્રગણિ અને નેમિ- દ્રસૂરિ. તેમના વિશે વધુ માહિતી મળતી નથી.
Jain Education International
મહાવીરચરિત ઉપર બીજી બે પ્રાકૃત રચનાઓનો ઉલ્લેખમાત્ર મળે છે. તે બે છે – માનદેવસૂરિના શિષ્ય દેવસૂરિની રચના અને જિનવલ્લભસૂરિની રચના. અન્તિમ કૃતિ ૪૪ ગાથાઓમાં રચાઈ છે. તેનું બીજું નામ દુરિયરાયસમી૨સ્તોત્ર.
૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org