________________
८०
પ્રયોગ દેશી શબ્દોના બદલે થયો છે.
પ્રથમ પ્રસ્તાવમાં સમ્યક્ત્વપ્રાપ્તિનું વર્ણન છે. બીજામાં પ્રથમ પૂર્વભવના પ્રસંગમાં ઋષભ, ભરત, બાહુબલિ અને મરીચિના ભવોનું નિરૂપણ છે. ત્રીજામાં વિશ્વભૂતિની વસન્તક્રીડા, રણયાત્રા અને વૈરાગ્યનું વર્ણન છે. આમાં નારાયણ ત્રિપૃષ્ઠના પ્રતિનારાયણ અશ્વગ્રીવ સાથેના યુદ્ધનું અને ચક્રવર્તી પ્રિયમિત્રના દિગ્વિજય તેમ જ યાનું વર્ણન છે. ચોથા પ્રસ્તાવમાં પ્રિયમિત્રનો જીવ નન્દન નામનો રાજા થાય છે અને તે રાજા પ્રોઠિલ મુનિને નરવિક્રમનું ચરિત પૂછે છે. આ ચરિત ઘણું જ રોચક છે. નન્દન નૃપનો જીવ જ ક્ષત્રિયકુંડના નરેશને ત્યાં ત્રિશલાની કૂખે મહાવીર તરીકે જન્મ લે છે. આ પ્રસ્તાવમાં મંત્ર, તંત્ર, વિદ્યાસાધના તથા વામમાર્ગના તેમ જ કાપાલિકોના ક્રિયાકાંડનું વર્ણન છે. આ જ પ્રસ્તાવમાં ભગવાન મહાવી૨ના ૨૮મા વર્ષે તેમના માતાપિતાના સ્વર્ગવાસનું, મોટા ભાઈ નન્દિવર્ધનના રાજ્યાભિષેકનું અને મોટા ભાઈની અનુમતિથી મહાવીરના દીક્ષાગ્રહણનું વર્ણન છે.
જૈન કાવ્યસાહિત્ય
પાંચમા પ્રસ્તાવમાં શૂલપાણિ યક્ષ અને ચંડકૌશિક સર્પને પ્રબુદ્ધ કરવાનો વૃત્તાન્ત છે. છઠ્ઠા પ્રસ્તાવમાં આજીવક મતના પ્રવર્તક મંખલીપુત્ર ગોશાલના મહાવીર સાથેના સંબંધનું નિરૂપણ છે. સાતમામાં મહાવીરે સહન કરેલા પરીષહોનું તેમ જ તેમની કેવળજ્ઞાનપ્રાપ્તિનું વર્ણન છે. આઠમા પ્રસ્તાવમાં મહાવીરનિર્વાણનું નિરૂપણ છે. તેમાં મહાવીરનો ઉપદેશ છે, ગણધરોનું વર્ણન છે, ચતુર્વિધ સંઘની સ્થાપનાનું નિરૂપણ છે, મહાવીરના જમાઈ જામાલિની દીક્ષાનું વર્ણન છે, જમાલિ દ્વારા નિહવનું પ્રતિપાદન છે, ગોશાલકે શ્રાવસ્તીમાં છોડેલી તેજોલેશ્યાનું આલેખન છે, તથા બીજી બાબતોનું પણ વિસ્તારથી વર્ણન છે.
આ કાવ્યમાં અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે તથા નગર, વન, અટવી, વિવાહવિધિ, ઉત્સવ, વિદ્યાસિદ્ધિ વગેરેનાં વર્ણનો દ્વારા કાવ્યને બહુ જ રોચક બનાવ્યું છે.
આ રચના ગદ્યપદ્યમયી છે. વર્ણનને અનુકૂળ જ્યારે જેવી જરૂર પડી ત્યારે તે મુજબ ગદ્ય કે પદ્યનો પ્રયોગ કરવાની સ્વતન્ત્રતા કવિને રહી છે.
રચિયતા અને રચનાકાળ આ મહત્ત્વપૂર્ણ કૃતિની રચના ગુણચંદ્રસૂરિએ કરી છે. આ ગુણચંદ્ર આચાર્ય પદવી મળ્યા પછી દેવભદ્રસૂરિ કહેવાતા હતા. તેમણે પોતાના છત્રાવલી (છત્રાલ) નિવાસી શેઠ શિષ્ટ અને વીરની વિનંતીથી આ ગ્રન્થ વિ.સં. ૧૧૩૯ જેઠ સુદી ત્રીજ સોમવારના દિવસે રચ્યો હતો. પ્રશસ્તિમાં શિષ્ટ અને વીરના પરિવારનો પરિચય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org