________________
પૌરાણિક મહાકાવ્ય
નેમિનાહચરિયું પણ લગભગ આ જ સમયે રચાયાં હતાં. બીજી કૃતિ ચન્દ્રસૂરિના શિષ્ય વડગચ્છીય હરિભદ્રસૂરિની છે. તેનું પ્રમાણ ૯૦૦૦ ગ્રન્થાઝ છે. તે ત્રણ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેની રચનામાં સર્વદેવગણિએ સહાય કરી હતી. ગ્રંથના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેમણે કુમારપાળના મંત્રી પૃથ્વીપાલની વિનંતીથી આ ચરિતની તથા બીજા ચરિતગ્રંથોની રચના કરી હતી, તેમાંથી કેવળ ચન્દષ્પહચરિયું અને અપભ્રંશમાં સેમિસાહચરિઉ મળે છે. ત્રીજી કૃતિ ભુવનતુંગસૂરિની રચના છે. તેનું પ્રમાણ ૫૦૦ ગ્રન્થાઝ છે. જેસલમેરના ભંડારોમાં તેની તાડપત્રીય હસ્તપ્રતિ મળે છે. ચોથી કૃતિ ૧૦૫ પ્રાકૃત ગાથામાં રચાયેલી અજ્ઞાતકર્તક છે. તેની હસ્તલિખિત પ્રતિ ઉપર સં. ૧૩૪૫ લખેલ છે. મુનિસુવ્યસામિચરિય
વીસમા તીર્થંકર ઉપર પ્રાકૃતમાં શ્રીચન્દ્રસૂરિની એક માત્ર રચના મળે છે. તેમાં લગભગ ૧૦૯૯૪ ગાથાઓ છે. તે અપ્રકાશિત છે. કર્તા હર્ષપુરીય ગચ્છના હેમચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની બીજી કૃતિઓમાં સંગ્રહણીરત્ન અને પ્રદેશવ્યાખ્યાટિપ્પન (સં. ૧૨૨૨) મળે છે. પ્રસ્તુત ચરિતનો સમય નિશ્ચિત નથી પરંતુ એક હસ્તલિખિત પ્રતિ અનુસાર સં. ૧૧૯૩ છે. આ ગ્રન્થની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે લેખકે આસાપલ્લિપુરી (વર્તમાન અમદાવાદ)માં શ્રીમાલ કુળના શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠિ નાગિલના સુપુત્રના ઘરમાં રહીને ગ્રન્થ લખ્યો હતો.
૨૧મા તીર્થંકર નમિનાથ સંબંધી એક પ્રાકૃત રચનાનો ઉલ્લેખ મળે છે." નેમિનાહચરિય
બાવીસમા તીર્થંકર નેમિનાથ ઉપર પ્રાકતમાં ત્રણ રચનાઓ મળે છે. એક રચના જિનેશ્વરસૂરિની છે, તે સં. ૧૧૭પમાં રચાઈ છે. બીજી રચના માલધારી હેમચન્દ્ર (હર્ષપુરીય ગચ્છના અભયદેવના શિષ્ય)ની છે, તેનું પ્રમાણ ૫૧૦૦
૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૨; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૭૯ ૨. એજન ૩. એજન ૪. એજન, પૃ. ૩૧૧ ૫. એજન, ૫. ૨૦૨ ૬. ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન, પૃ. ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org