SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાવ્યસાહિત્ય સંતિનાહચરિય આ ગુણસેનના શિષ્ય અને હેમચન્દ્રાચાર્યના ગુરુ પૂર્ણતલગચ્છીય દેવચન્દ્રાચાર્યક્ત સોળમા તીર્થંકર શાંતિનાથનું ચરિત છે. તેનો ગ્રંથા ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેની રચના સં. ૧૧૬૦માં થઈ હતી. તે પ્રાકૃત ગદ્યપદ્યમય છે. વચ્ચે વચ્ચે અપભ્રંશ ભાષાનો પણ પ્રયોગ થયો છે. તેની રચના ખંભાતમાં કરવામાં આવી હતી. તેની પ્રસ્તાવનામાં નીચે જણાવેલા આચાર્યોનો ઉલ્લેખ છેઃ ઇન્દ્રભૂતિ (કવિરાજ ચક્રવર્તી), ભદ્રબાહુ જેમણે વસુદેવચરિત લખ્યું (સવાયતમë વહુતિય), સમરાદિત્યકથાના સર્જક હરિભદ્ર, કુવલયમાલાના દાક્ષિણ્યચિહ્નસૂરિ, તથા ઉપમિતિભવપ્રપંચાક્યાના કર્તા સિદ્ધર્ષિ. હજુ સુધી અપ્રકાશિત છે. - તેમની એક અન્ય કૃતિ મૂલશુદ્ધિપ્રકરણટીકા (અપરના સ્થાનકપ્રકરણટીકા) છે. તેના ચોથા અને છઠ્ઠા સ્થાનકમાં આવેલ ચન્દનાકથાનક તથા બ્રહ્મદત્તકથાનકને જોવાથી જાણવા મળે છે કે તેમની અધિકાંશ ગાથાઓ તથા કેટલાક નાનામોટા ગદ્યસંદર્ભ શીલાંકાચાર્યના ચઉપન્નમહાપુરિસચરિયમાં આવેલા “વસુમસંવિહાણય' અને “બંભાયત્તચક્કવચિરિયની સાથે અક્ષરશઃ મળે છે. આ કથાઓના અવશિષ્ટ ભાગોમાંથી પણ કેટલાય ભાગો અલ્પાધિક શાબ્દિક પરિવર્તન સાથે ચઉપન્નમહાપુરિસચરિયના જ જણાય છે. અનુમાન છે કે સંતિનાહચરિયું ઉપર પણ ચઉપમહાપુરિસચરિયેનો પ્રભાવ હશે. તે અપ્રકાશિત હોઈ આનાથી વિશેષ કહેવું કઠિન છે. શાન્તિનાથ ઉપર આ વિશાળ રચના ઉપરાંત પ્રાકૃતમાં એક લઘુ રચના ૩૩ ગાથાઓમાં જિનવલ્લભસૂરિ રચિત તથા બીજી સોમપ્રભસૂરિ રચિતનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃતમાં તો શાન્તિનાથ ઉપર અનેક રચનાઓ થઈ છે. સત્તરમા તીર્થંકર કુંથુનાથ અને અઢારમા તીર્થંકર અરનાથ ઉપર પ્રાકૃતમાં કોઈ રચના મળતી નથી. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ ઉપર પ્રાકૃતમાં ૩-૪ રચનાઓ મળે છે. તેમાં જિનેશ્વરસૂરિની કૃતિનું પ્રમાણ પપપપ ગ્રન્યાગ્ર છે. તેની રચના સં. ૧૧૭૫માં થઈ હતી. જિનેશ્વરસૂરિના પ્રાકૃત ચરિતો ચન્દર્પોહચરિયું અને ૧. એજન, પૃ. ૩૭૯; શ્રેષ્ઠિ હાલાભાઈના પુત્ર ભોગીલાલના અણહિલપુરસ્થિત ફોફલિયાવાડા આગલીશેરી ભાંડાગાર, પાટણ. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૮૦ ૩. એજન, પૃ. ૩૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy