________________
પૌરાણિક મહાકાવ્ય
૮૫
પૂર્વવર્તી આચાર્યોમાં પાદલિપ્ત, હરિભદ્ર અને જીવદેવનો તથા ગ્રંથોમાં તરંગવતીનો ઉલ્લેખ કર્યો છે. કેટલાય ગચ્છોમાં ચન્દ્રપ્રભ નામના અનેક આચાર્યો થઈ ગયા છે. ૧૨મી શતાબ્દીમાં એક ચન્દ્રપ્રભ મહત્તરે સં. ૧૧૨૭-૩૭માં વિજયચન્દ્રચરિત્રની રચના કરી હતી અને બીજા ચન્દ્રપ્રભસૂરિએ પૌષ્ટ્રમાસિક ગચ્છની સ્થાપના સં. ૧૧૪૯માં કરી હતી તેમ જ પ્રમેયરત્નકોશ, દર્શનશુદ્ધિની રચના કરી હતી. કહી નથી શકાતું કે પ્રસ્તુત રચનાના કર્તા કયા ચન્દ્રપ્રભ છે.
૧૩મા તીર્થંકર ઉપર પણ પ્રાકૃતમાં વિમલચરિયું લખાયાનો ઉલ્લેખ મળે છે.' અનંતનાહચરિય
આમાં ચૌદમા તીર્થંકરનું ચરિત આલેખાયું છે. તેમાં ૧૨૦૦ ગાથાઓ છે. ૨ ગ્રંથકારે તેમાં ભવ્યજનોના લાભાર્થે ભક્તિ અને પૂજાનું માહાભ્ય વિશેષ રૂપે ગાયું છે. તેમાં પૂજાન્ટક ઉદ્ધત કરવામાં આવ્યું છે, જેમાં પુષ્પપૂજા વગેરેનાં ઉદાહરણો દઈને જિનપૂજાને પાપને હરનારી, કલ્યાણનો સંચય કરનારી અને દારિત્ર્યને દૂર કરનારી કહી છે. તેમાં પૂજાપ્રકાશયા પૂજાવિધાન પણ આપ્યું છે, જે સંઘાચારભાષ્ય, શ્રાદ્ધદિનકૃત્ય વગેરેમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે.
કર્તા અને રચનાકાળ- આના કર્તા આગ્રદેવના શિષ્ય નેમિચન્દ્રસૂરિ છે. તેમણે તેની રચના સં. ૧૨૧૬ આસપાસ કરી છે. સંભવતઃ આખ્યાનકમણિકોશ, મહાવીરચરિયું (સં. ૧૧૩૯) વગેરેના કર્તા નેમિચન્દ્રસૂરિથી આ નેમિચન્દ્ર કાલની દષ્ટિએ ભિન્ન છે. ઉક્ત નેમિચન્દ્રનો સમય ૧૨મી શતાબ્દીનો પૂર્વાર્ધ છે.
પંદરમા તીર્થંકર ધર્મનાથ ઉપર પ્રાકૃત રચનાનો ઉલ્લેખ મળે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૮ ૨. એજન, પૃ. ૭ ૩. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર જૈન સંસ્થા, રતલામ, સન ૧૯૩૯; પ્રાકૃત સાહિત્ય . કા ઈતિહાસ, પૃ. પ૬૯-૫૭૦. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૫૫ પ. એજન, પૃ. ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org