________________
૮૪
જેન કાવ્યસાહિત્ય
નામ આપ્યાં નથી. અન્ય રચનાઓમાં મહારાજ શાસ્ત્ર ભંડાર નાગોરમાં દામોદર કવિકૃત પ્રાકૃત ચંદ્રપ્રભચરિત ઉપલબ્ધ છે.
ચન્દ્રપ્રભ ઉપર નાગેન્દ્રગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય દેવેન્દ્રમણિએ સં. ૧૨૬૪માં પ૩૨૫ શ્લોકપ્રમાણવાળી કૃતિને સંસ્કૃતપ્રાકૃત ઉભયમિશ્ર ભાષામાં રચી છે. અપભ્રંશમાં યશ-કીર્તિની રચના ૨૪૦૯ શ્લોકપ્રમાણવાળી ૧૧ સંધિઓમાં રચાયેલી મળે છે.
નવમા અને દશમા તીર્થંકર પુષ્પદંત અને શીતલનાથ ઉપર પ્રાકૃતમાં લખાયેલાં ચરિતોના કેવળ ઉલ્લેખો મળે છે. નદિતાત્યકત ગાથાલક્ષણના ટીકાકાર રત્નચંદ્ર તેમાં આવતાં બે પદ્યોની ટીકામાં દર્શાવ્યું છે કે આ બે પદ્ય એક પ્રાકૃત રચના પુષ્કૃદંતચરિયમાંથી લેવામાં આવ્યાં છે.
અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ ઉપર બે પ્રાકૃત પૌરાણિક કાવ્ય મળે છે. એક તો બૃહદ્રગથ્વીય જિનદેવના શિષ્ય હરિભદ્ર સં. ૧૧૭૨માં રચેલું છે. તેનો ગ્રંથાગ્ર ૬૫૮૪ શ્લોકપ્રમાણ છે. બીજું ચન્દ્રગથ્વીય અજિતસિંહસૂરિના શિષ્ય દેવભદ્ર રચેલું છે, તેનો ગ્રંથાઝ ૧૧૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેનો રચનાસમય જ્ઞાત નથી, પરંતુ તે વિ.સં. ૧૩૩૨ પહેલાં રચાયું છે કારણ કે માનતુંગસૂરિએ પોતાના સંસ્કૃત શ્રેયાંસચરિત(સં. ૧૩૩૨)નો આધાર આ કૃતિ છે એમ કહ્યું છે. આ રચનાનો ઉલ્લેખ પ્રવચનસારોદ્ધારટીકામાં તેમના શિષ્ય સિદ્ધસેને કર્યો છે. દેવભદ્રની અન્ય રચનાઓમાં તત્ત્વબિંદુ અને પ્રમાણપ્રકાશ પણ છે. વસુપુજચરિય
બારમા તીર્થંકર વાસુપૂજ્ય ઉપર ચન્દ્રપ્રભની ૮૦૦૦ શ્લોકપ્રમાણ રચના મળે છે. તેનો પ્રારંભ “સુહસિવિદુવીર’ શબ્દોથી થાય છે. પ્રત્યે પોતાના
૧. જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૨. આત્મવલ્લભસિરિઝ સં. ૯, અંબાલા; જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૫૩; ભાંડારકર ઓરિએંટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ પૂનાની પત્રિકા,
ભાગ ૧૪, પૃ. ૩ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૯૯ ૫. એજન, પૃ. ૪૦૦ ૬. એજન, પૃ. ૩૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org