SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૮૩ દોહદ થયો હતો એ કારણે તેમનું નામ ચન્દ્રપ્રભ રાખવામાં આવ્યું (ગાથા ૧૨). જિનેશ્વરસૂરિ નામના કેટલાય આચાર્ય થઈ ગયા. એક તો વર્ધમાનસૂરિના શિષ્ય અને ખરતરગચ્છના સંસ્થાપક (૧૧મી સદીના ઉત્તરાર્ધ) હતા, અને તેમના ગ્રંથો જાણીતા છે. એવું લાગે છે કે ચંદપ્પહચરિયના કર્તા બીજા જિનેશ્વરસૂરિ છે. એક જિનેશ્વરસૂરિએ સં. ૧૧૭૫માં પ્રાકૃત મલ્લિનાચરિયું (ગ્રંથાગ્ર ૫૫૫૫) તથા નેમિનાહચરિયની રચના કરી હતી. સંભવતઃ આ જિનેશ્વરસૂરિ જ ઉક્ત ચંદષ્પહચરિયના કર્તા છે. ત્રીજું ચંદષ્પહચરિયર પણ છે જેના કર્તા ઉપકેશગચ્છીય યશોદેવ અપર નામ ધનદેવ છે જે દેવગુપ્તસૂરિના શિષ્ય હતા. તેમણે ગ્રંથાગ ૬૪૦૦ શ્લોકપ્રમાણ કાવ્યની રચના સં. ૧૧૭૮માં કરી હતી. તેમની બીજી કૃતિઓ છે નવપદપ્રકરણ બુ. ની બૃહદ્રવૃત્તિ અને નવતત્ત્વપ્રકરણની વૃત્તિ. ચોથું ચંદખેંહચરિયું છે જેના કર્તા વડગચ્છીય હરિભદ્રસૂરિ છે. તેમની આ રચનાની એક પ્રતિ પાટણના ભંડારમાં છે, તેનો ગ્રંથાગ્ર ૮૦૩૨ શ્લોકપ્રમાણ છે. ગ્રંથકારના દાદાગુરુનું નામ જિનચન્દ્ર હતું અને ગુરુનું નામ શ્રીચન્દ્રસૂરિ હતું. કહેવાય છે કે સૂરિએ સિદ્ધરાજ અને કુમારપાળના મહામાત્ય પૃથ્વીપાલની વિનંતીથી ચોવીસ તીર્થકરોનું જીવનચરિત લખ્યું હતું પરંતુ તેમાં પ્રાકૃતમાં લખાયેલાં ચંદપ્પહચરિયું અને મલ્લિનાચરિયું અને અપભ્રંશમાં લખાયેલું સેમિસાહચરિઉ જ ઉપલબ્ધ છે. સૂરિ પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. તેમનો સમય ૧૨મીનો ઉત્તરાર્ધ અને ૧૩મીનો પૂર્વાધ હતો. પાંચમું ચંદપ્પહચરિયું પણ છે જેના કર્તા ખરતરગચ્છીય જિનવર્ધનસૂરિ છે. તેમનો આચાર્યપદે આરૂઢ થવાનો સમય છે સં. ૧૪૬૧તે પિપ્પલક નામની ખરતર શાખાના સ્થાપક હતા. આ ચંદખેંહચરિયું ઉપર ખરતરગચ્છીય જિનભદ્રસૂરિના પ્રશિષ્ય અને સિદ્ધાન્તરુચિના શિષ્ય સાધુસોમગણિએ ગ્રન્થાગ્ર ૧૩૧૫ શ્લોકપ્રમાણ ટીકા લખી છે. ટીકામાં સૂચવ્યું છે કે જિનવર્ધનસૂરિએ આ ચરિત ઉપરાંત બીજાં ચાર ચરિતોની પણ રચના કરી છે, પરંતુ તે ચરિતોનાં ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૧ ૨. એજન, પૃ. ૧૧૯ ૩. અનેકાન્ત, વર્ષ ૧૭, કિ. ૫, પૃ. ૨૩૨ ૪. પટ્ટાવલીપરાગ, પૃ. ૩૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy