________________
૮૮
જૈન કાવ્યસાહિત્ય
ગ્રન્થાઝ છે (સમય ૧૨મીનો ઉત્તરાર્ધ). અને ત્રીજી રચના બૃહગચ્છના વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિની છે, આ રચના વિશાળ છે, તેનો રચનાસંવત ૧૨૩૩ છે, તે ગદ્યપદ્યમયી છે, તે છ અધ્યાયોમાં વિભક્ત છે, અને તેનું પ્રમાણ ૧૩૬૦૦ ગ્રન્થાઝ છે. ૧ પાસનાચરિય
આમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથનું ચરિત વિસ્તારથી આપ્યું છે, તે પાંચ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તે પ્રાકૃત ગદ્યપદ્યમાં લખાયેલી સરસ રચના છે. તેમાં સમાસાન્ત પદાવલી અને છન્દની વિવિધતા જોવા મળે છે. તેમાં સંસ્કૃતના અનેક સુભાષિતો પણ ઉદ્ધત છે. તેનું પ્રમાણ ૯000 ગ્રન્થાઝ છે.
આ ગ્રન્થને તેની પોતાની વિશેષતા છે. અન્ય ગ્રન્થોમાં પાર્શ્વનાથના દસ ભવોનું વર્ણન મળે છે. ત્રીજા, પાંચમા, સાતમા અને નવમા ભવોમાં દેવલોકમાં અને નવ રૈવેયકમાં દેવ રૂપે પાર્શ્વનાથ ઉત્પન્ન થયા હતા. આ ચાર ભવોની ગણના આ ચરિત્રના લેખકે કરી નથી, તેથી બાકીના છ ભવોનું વર્ણન જ આપવામાં આવ્યું છે.
પહેલા પ્રસ્તાવમાં પાર્શ્વનાથના બે પૂર્વભવોનો ઉલ્લેખ છે. પહેલા ભવમાં મરુભૂતિ નામે મંત્રીપુત્ર થયા. તેમાં કમઠ નામના પોતાના ભાઈથી મૃત્યુ પામ્યા. બીજા ભવમાં મરુભૂતિ અને કમઠ ક્રમશઃ હાથી અને કુલ્લુટસર્પ થયા. બીજા પ્રસ્તાવમાં ત્રીજા ભવમાં બંને ક્રમશ: કનકવેગ વિદ્યાધર અને સર્પ થયા. ચોથા ભવમાં તેઓ વજનાભ રાજા અને ભીલના રૂપે હોય છે. ભીલના બાણથી ઉક્ત રાજા મરણ પામે છે. પાંચમા ભવમાં તે બંને ક્રમશઃ કનક ચક્રવર્તી અને સિંહ થયા. મુનિ અવસ્થામાં ચક્રવર્તીને સિંહે મારી નાખ્યા. ત્રીજા પ્રસ્તાવમાં છઠ્ઠા ભવમાં મરુભૂતિ વારાણસીના રાજા અશ્વસેન અને વામાના પુત્ર ૨૩મા તીર્થંકર પાના રૂપમાં જન્મ લે છે અને કમઠ કઠ નામનો તાપસ તથા મેઘમાલી નામનો દેવ બને છે. આ પ્રસ્તાવમાં પાર્શ્વનાથની દીક્ષા અને તપસ્યાનું વર્ણન છે તથા મેઘમાલી દેવ દ્વારા ઉપસર્ગનું વર્ણન છે. ચોથા પ્રસ્તાવમાં પાર્શ્વનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા તેમણે આપેલ ઉપદેશના પ્રસંગમાં પોતાના પિતાએ કરેલા પ્રશ્નને લઈને દશ ગણધરોના તેમણે કહેલા પૂર્વભવોનું વર્ણન છે. પાંચમાં પ્રસ્તાવમાં મથુરા, કાશી, આમલકલ્પા વગેરે નગરોમાં પાર્શ્વનાથે કરેલા વિહાર અને ધર્મોપદેશનું વર્ણન છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૪૪; પ્રકાશિત - અમદાવાદ, ૧૯૪૪; ગુજરાતી અનુવાદ – જૈન
આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૨૦૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org