________________
વ્યાકરણ
૩૯
'
હૈમધાતુપારાયણ-વૃત્તિઃ
આચાર્ય હેમચંદ્રસૂરિએ “હૈમધાતુપારાયણ” પર વૃત્તિની રચના કરી છે. હેમ-લિંગાનુશાસનઃ
આચાર્ય હેમચંદ્રસૂરિએ નામોના લિંગો બતાવવા માટે “લિંગાનુશાસન'ની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં નામોના લિંગ યાદ રાખવા જ જોઈએ. - તેમાં આઠ પ્રકરણ આ પ્રમાણે છે : ૧. પુંલિંગ, પદ્ય ૧૭; ૨. સ્ત્રીલિંગ ૩૩; ૩. નપુંસકલિંગ ૩૪, ૪. ૫-સ્ત્રીલિંગ ૧૨; ૫. પું-નપુંસકલિંગ ૩૬, ૬. સ્ત્રીનપુંસકલિંગ ૬; ૭. સ્વતઃ સ્ત્રીલિંગ ૬; ૮, પરલિંગ ૪. આ પ્રમાણે તેમાં ૧૩૯ પદ્યો વિવિધ છંદોમાં છે.
શાકટાયનના લિંગાનુશાસન કરતાં આ મોટો ગ્રંથ છે. શબ્દોના લિંગ માટે આને પ્રમાણભૂત અને અંતિમ માનવામાં આવે છે. હેમ-લિંગાનુશાસન-વૃતિઃ
હેમચંદ્રસૂરિએ પોતાના “લિંગાનુશાસન' પર સ્વોપજ્ઞવૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ-ગ્રંથ ૪૦૦૦ શ્લોક-પ્રમાણ છે. તેમાં પ૭ ગ્રંથો અને પૂર્વાચાર્યોના મતોનો ઉલ્લેખ કરેલો છે. ૨ દુર્ગપદપ્રબોધ-વૃત્તિઃ
પાઠક વલ્લભ મુનિએ હેમચંદ્રસૂરિના લિંગાનુશાસન' પર વિ. સં. ૧૯૬૧માં ૨૦૦૦ શ્લોક-પરિમાણ “દુર્ગપદપ્રબોધ' નામની વૃત્તિની રચના કરી છે. હેમ-લિંગાનુશાસન-અવચૂરિઃ
પં. કેસરવિજયજીએ આચાર્ય હેમચંદ્રસૂરિના લિંગાનુશાસન પર “અવચૂરિ'ની રચના કરી છે. આચાર્ય હેમચંદ્રસૂરિની સ્વપજ્ઞ વૃત્તિના આધારે આ નાની એવી વૃત્તિ બનાવવામાં આવી છે.
૧. આ વૃત્તિ ગ્રંથનું મૂળ સહિત સંપાદન વયેનાના જે. કિર્ટએ કર્યું છે અને મુંબઈથી સન્ ૧૯૦૧માં પ્રકાશિત થયેલ છે. સંપાદકે આ ગ્રંથમાં પ્રયુક્ત ધાતુઓનો અને શબ્દોનો
અલગ અલગ કોશ આપ્યો છે. ૨. આ ગ્રંથ “અમી-સોમ જૈન ગ્રંથમાલા’ મુંબઈથી વિ. સં. ૧૯૯૬માં પ્રકાશિત થયેલ છે. ૩. આ “અવચૂરિ’ યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org