________________
લાક્ષણિક સાહિત્ય સિડન્વયોક્તિઃ
ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાયે “સિડન્વયોક્તિ' નામના વ્યાકરણ સંબંધી ગ્રંથની રચના કરી છે. કેટલાક વિદ્વાનો તેને “
તિન્તાન્વયોક્તિ પણ કહે છે. આ કૃતિનું આદિ પદ્ય આ પ્રમાણે છે :
ऐन्द्रवजाभ्यर्चितपादपद्मं सुमेरुधीरं प्रणिपत्य वीरम् ।
वदामि नैयायिकशाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ॥ હૈમધાતુપારાયણ
આચાર્ય હેમચંદ્રસૂરિએ “હૈમ-ધાતુપારાયણ' નામના ગ્રંથની રચના કરી છે. “ધાતુ પાઠ” શબ્દશાસ્ત્રનું અત્યંત ઉપયોગી અંગ છે, માટે આ ગ્રંથ સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન'ના પરિશિષ્ટ રૂપમાં બનાવવામાં આવ્યો છે.
ધાતુ' ક્રિયાના અર્થનો વાચક છે, અર્થાત ક્રિયાના અર્થને ધારણ કરનારને “ધાતુ' કહેવામાં આવે છે. આ ધાતુઓ પરથી જ શબ્દોની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. આ ધાતુઓનું નિરૂપણ કરતો આ “ધાતુપારાયણ” નામનો ગ્રંથ છે. “સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમાં નિમ્ન વર્ગોમાં ધાતુઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે : ___भ्वादि, अदादि, दिवादि, स्वादि, तुदादि, रुधादि, तनादि, कयादि भने चुरादिઆ રીતે નવ ગણ છે. આથી તેને “નવગણી' પણ કહેવાય છે.
આ ગણોના સૂચક અનુબંધ ગ્વાદિ ગણને કોઈ અનુબંધ નથી. બીજા ગણોના ક્રમશઃ ૬, ૬, , ત્, , , શું અને જૂ અનુબંધોનો નિર્દેશ છે. પછી, તેમાં સ્વરાન્ત અને વ્યજનાંત શૈલીથી ધાતુઓનો ક્રમ આપવામાં આવ્યો છે. તેમાં પરમૈપદ આત્મપદ અને ઉભયપદના અનુબંધ રૂ, , ૩, ૪, ૮, 28 , , મો, ગૌ, , હું અને અનુસ્વાર જણાવવામાં આવ્યા છે.
કાર અનુબંધથી આત્મને પદ, હું અનુબંધથી ઉભયપદનો નિર્દેશ છે. “વે, ધાતુઓનો સૂચક અનુબંધ સૌ છે અને “અનિટ' ધાતુઓ બતાવવા માટે અનુસ્વારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના અનુબંધો સાથે ધાતુઓના અર્થનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ ગ્રંથમાં કૌશિક, દ્રમિલ, કણ્વ, ભગવદ્ ગીતા, માઘ, કાલિદાસ આદિ ગ્રંથકારો અને ગ્રંથોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમાં કેટલાંક અવતરણ પદ્યમાં છે, બાકીનો વિભાગ ગદ્યમાં છે. કેટલાક અવતરણ (પદ્ય) શૃંગારિક પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org