________________
વ્યાકરણ
સિદ્ધિ કરવામાં આવી છે. તેનાથી કાતંત્રવિભ્રમ, સારસ્વતવિભ્રમ, હેમવિભ્રમ આ નામોની અલગ-અલગ રચનાઓ મળે છે.
આચાર્ય ગુણચંદ્રસૂરિ દ્વારા આ ૨૧ કારિકાઓ પર રચાયેલી ‘હેમવિશ્વમટીકા'નું નામ છે “તત્ત્વપ્રકાશિકા', ‘સિ.શ.” વ્યાકરણના અભ્યાસીઓ માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે.
આ “હેમવિભ્રમ-ટીકા ના રચયિતા આચાર્ય ગુણચંદ્રસૂરિ વાદી આચાર્ય દેવસૂરિના શિષ્ય હતા. ગ્રંથના અંતમાં તેઓ આ પ્રમાણેનો ઉલ્લેખ કરે છે :
અરિ વૃત્તિઃ સ્વ-પત !
देवसूरिक्रमाम्भोजचञ्चरीकेण सर्वदा ॥' સંભવતઃ આ ગુણચંદ્રસૂરિ એ જ હોઈ શકે જેમણે આચાર્ય હેમચંદ્રસૂરિના શિષ્ય આચાર્ય રામચંદ્રસૂરિની સાથે મળીને ‘દ્રવ્યાલંકાર-ટિપ્પણ” અને “નાટ્યદર્પણ”ની રચના કરી છે. કવિકલ્પદ્રુમ :
તપાગચ્છીય કુલચરણગણિના શિષ્ય હર્ષકુલગણિએ “સિ.શ.'માં નિર્દિષ્ટ ધાતુઓની પદ્યબદ્ધ વિચારાત્મક રચના વિ.સં. ૧૫૭૭માં કરી છે.
બોપદેવના “કવિકલ્પદ્રુમ'ની જેમ આ પણ એક પદ્યાત્મક રચના છે. ૧૧ પલ્લવોમાં આ ગ્રંથ વિભક્ત છે. પ્રથમ પલ્લવમાં બધી ધાતુઓના અનુબંધ આપ્યા છે અને “સિ. શ.'નાં કેટલાંક સૂત્રો પણ તેમાં જોડવામાં આવ્યા છે. પલ્લવ ર થી ૧૦માં ક્રમશઃ ગ્વાદિથી શરૂ કરીને ચુરાદિ સુધી નવ ગણ અને ૧૧મા પલ્લવમાં સૌત્રાદિ ધાતુઓનો વિચાર કરવામાં આવ્યો છે.
“કવિકલ્પદ્રમ'ની રચના હેમવિમલસૂરિના કાળમાં થઈ છે. તેના પર ધાતુચિન્તામણિ' નામની સ્વોપજ્ઞ ટીકા છે, પરંતુ સમગ્ર ટીકા ઉપલબ્ધ નથી થતી. ફક્ત ૧૧મા પલ્લવની ટીકા મૂળ પદ્યો સાથે છપાયેલી છે. કવિકલ્પદ્રુમ-ટીકાઃ
કોઈ અજ્ઞાત કર્તાની “કવિકલ્પદ્રુમ' નામની કૃતિ પર મુનિ વિજયવિમલે ટીકાની રચના કરી છે. ૧. ભાવનગરની યશોવિજય જૈન ગ્રંથમાલામાં આ ગ્રંથ છપાઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org