________________
૩૬
લાક્ષણિક સાહિત્ય
સ્વાદિશબ્દસમુચ્ચય :
વાયડગચ્છીય જિનદત્તસૂરિના શિષ્ય અને ગુર્જરનરેશ વિશલદેવ રાજાની રાજસભાના સમ્માન્ય મહાકવિ આચાર્ય અમરચંદ્રસૂરિએ ૧૩મી શતાબ્દીમાં
સ્વાદિશબ્દસમુચ્ચય'ની મૂળ કારિકાઓ પર વૃત્તિસ્વરૂપ “સિ.શ.'ના સૂત્રો વડે નામનાં વિભક્તિ રૂપોની સાધનિકો તૈયાર કરી છે. આ ગ્રંથ “સિ.શ.'ના અધ્યેતાઓ માટે ઘણો ઉપયોગી છે. ૧ સ્વાદિવ્યાકરણ :
સ્યાદિશબ્દસમુચ્ચય'ની મૂળ કારિકાઓ પર ઉપકેશગચ્છીય ઉપાધ્યાય મતિસાગરના શિષ્ય વિનયભૂષણે “સ્વાદિશબ્દસમુચ્ચય'ને ધ્યાનમાં રાખીને ૪૨૨૫ શ્લોકબદ્ધ ટીકાની ભાવડારગચ્છીય સોમદેવ મુનિ માટે રચના કરી છે. તેમાં ચાર ઉલ્લાસ છે. તેની ૯૨ પત્રોની હસ્તલિખિત પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. તેની પુષ્યિકામાં આ ગ્રંથની રચના અને કારણ સંબંધે આ પ્રમાણેનો ઉલ્લેખ છે :
इति श्रीमदुपकेशगच्छे महोपाध्याय श्रीमतिसागरशिष्याणुना विनयभूषणेन श्रीमदमरयुक्त्या सविस्तरं प्ररूपितः । संख्याशब्दोल्लासस्तुर्यः ।।
श्रीभावडारगच्छेऽस्ति सोमदेवाभिधो मुनिः । तदभ्यर्थनतः स्यादिविनयेन निर्मिता ॥
- संवत् १५३६ वर्षे ज्येष्ठ सुदि पञ्चम्यां लिखितेयम् । સ્વાદિશબ્દદીપિકા :
સ્વાદિશબ્દસમુચ્ચય'ની મૂળ કારિકાઓ પર આચાર્ય જયાનંદસૂરિએ ૧૦૫૦ શ્લોક-પરિમાણ “અવચૂરિ' રચી છે જેને “દીપિકા” નામ આપ્યું છે. તેમાં શબ્દોની પ્રક્રિયા “સિ.શ.” અનુસાર આપવામાં આવી છે. શબ્દોનાં રૂપો “સિ.શ.'ના સૂત્રોના આધારે સિદ્ધ કરવામાં આવ્યા છે.. હેમવિભ્રમ ટીકાઃ
મૂળ ગ્રંથ ૨૧ કારિકાઓમાં છે. કારિકાઓની રચના કોણે કરી છે તે જ્ઞાત નથી, પરંતુ વ્યાકરણથી ઉપલક્ષિત ઘણા બ્રમાત્મક પ્રયોગો સૂચિત કરવામાં આવ્યા છે. તે કારિકાઓ પર ભિન્ન ભિન્ન વ્યાકરણના સૂત્રોથી તે બ્રમાત્મક પ્રયોગોને સાચા બતાવી
૧. ભાવનગરની યશોવિજય જૈન ગ્રંથમાલામાં આ ગ્રંથ છપાઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org