SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ એલ. ડી. સૂચીપત્રમાં આ વૃત્તિના કર્તા આચાર્ય હેમચંદ્રસૂરિ બતાવવામાં આવ્યા છે. જ્યારે બીજી જગ્યાએ આનો જ “પરિભાષાવૃત્તિના નામે દુર્ગસિંહની કૃતિ રૂપે ઉલ્લેખ થયો છે.. ક્રિયારત્નસમુચ્ચય: તપાગચ્છીય આચાર્ય સોમસુંદરસૂરિના સહાધ્યાયી આચાર્ય ગુણરત્નસૂરિએ વિ.સં. ૧૪૬૬માં “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના ધાતુઓના દશ ગણ અને સન્નત્તાદિ પ્રક્રિયાના રૂપોની સાધનિકા તે તે સૂત્રોના નિર્દેશપૂર્વક કરી છે. સૌત્ર ધાતુઓનાં બધા રૂપાખ્યાનોને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. કયા કાળનો કયા પ્રસંગે ઉપયોગ કરવો જોઈએ તેનો બોધ કરાવ્યો છે. કર્તાને જ્યાં ક્યાંય કઠિન સ્થળવિશેષ જણાયું ત્યાં તેમણે તત્કાલીન ગુજરાતી ભાષા વડે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અંતમાં ૬૬ શ્લોકોની વિસ્તૃત પ્રશસ્તિ આપી છે. તેમાં રચનારંવત, પ્રેરક, કર્તાનું નામ, પોતાની લધુતા, ગ્રંથોના પરિમાણ નીચે જણાવ્યા પ્રમાણે આપ્યાં છે : काले षड्-रस-पूर्व( १४६६) वत्सरमिते श्रीविक्रमार्काद् गते, गुर्वादेश विमृश्य च सदा स्वान्योपकारं परम् । ग्रन्थं श्रीगुणरत्नसूरिरतनोत् प्रज्ञाविहीनोऽप्यमुं, निर्हेतुप्रकृतिप्रधानजननैः शोघ्यस्त्वयं धीधनैः ॥१३॥ प्रत्यक्षरं गणनया ग्रन्थमानं विनिश्चितम् । षट्पञ्चाशतान्येकषष्टयाऽ( ५६६१)धिकान्यनुष्टुभाम् ॥६४॥ ન્યાયસંગ્રહ (ન્યાયાર્થમજૂષા-ટીકા): સિ. શ.'ના સાતમા અધ્યાયની “બ્રહવૃત્તિના અંતમાં ૫૭ ન્યાયોનો સંગ્રહ છે. તેના પર હેમચન્દ્રસૂરિની કોઈ વ્યાખ્યા હોય તેમ જણાતું નથી. તે પ૭ ન્યાયો અને અન્ય ૮૪ ન્યાયોનો સંગ્રહ કરીને તપાગચ્છીય રત્નશેખરસૂરિના શિષ્ય ચારિત્રરત્નગણિના શિષ્ય હેમહંસગણિએ તેના પર ન્યાયાર્થમંજૂષા' નામની ટીકાની રચના વિ. સં. ૧૫૧૬માં કરી છે. તેમાં તેમણે કહ્યું છે કે ઉપર્યુક્ત પ૭ ન્યાયો પર પ્રજ્ઞાપના નામની વૃત્તિ હતી. ૫૭ અને બીજા ૮૪ મળીને ૧૪૧ ન્યાયોના સંગ્રહને હેમહંસગણિએ ન્યાયસંગ્રહસૂત્ર' નામ આપ્યું છે. બંને ન્યાયોની વૃત્તિનું નામ ન્યાયાર્થમંજૂષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy