SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ગણપાઠ : ઘણા શબ્દ-સમૂહોમાં એક જ પ્રકારનો વ્યાકરણસંબંધી નિયમ લાગુ પડતો હોય ત્યારે વ્યાકરણસૂત્રમાં પ્રથમ શબ્દના ઉલ્લેખની સાથે જ આદિ શબ્દ લગાવીને ગણનો નિર્દેશ કરવામાં આવે છે. આ રીતે ‘સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન'ની બૃહવૃત્તિમાં આવા શબ્દસમૂહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી ગણપાઠ વ્યાકરણનું અતિ મહત્ત્વનું અંગ છે. પં. મયાશંકર ગિરજાશંકર શાસ્ત્રીએ ‘સિદ્ધહેમ-બૃહપ્રક્રિયા' નામથી ગ્રંથની સંકલના કરી છે જેમાં પૃ. ૯૫૭ થી ૯૯૯માં ગણપાઠ અલગ પણ આપવામાં આવ્યા જ્ઞ લાક્ષણિક સાહિત્ય ગવિવેક : ‘સિ. શ.’ની બૃહવૃત્તિમાં નિર્દિષ્ટ ગણોને પં. સાધુરાજના શિષ્ય પં. નંદિરસ્ને વિ. ૧૭મી સદીમાં પદ્યોમાં નિબદ્ધ કર્યા છે. તેનાં ગ્રન્થાગ્ર ૬૦૭ છે. તેની ૮ પત્રની હસ્તલિખિત પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં (સં. ૫૯૦૭) છે. તેની આદિમાં ગ્રંથનો હેતુ વગેરે આ પ્રમાણે આપ્યો છે : અર્જુન્તઃ સિદ્ધિવાઃ સિદ્ધાચાપાધ્યાય-સાધવ: । गुरु : श्रीसाधुराजश्च बुद्धिं विदधतां मम ॥१॥ श्रीहेमचन्द्र सूरीन्द्रः पाणिनि: शाकटायन: श्रीभोजश्चन्द्रगोमी [च] जयन्त्यन्येऽपि शाब्दिकाः ॥ २ ॥ श्री सिद्धहेमचन्द्र [ क ]व्याकरणोदितैर्गणैः । ग्रन्थो गणविवेकाख्यः स्वान्यस्मृत्यै विधीयते ॥३॥ ગણદર્પણ : ગુર્જર-નરેશ મહારાજા કુમારપાળે ‘ગણદર્પણ'૧ નામના વ્યાકરણસંબંધી ગ્રંથની રચના કરી છે. કુમારપાળનો રાજ્યકાળ વિ. સં. ૧૧૯૯ થી ૧૨૩૦ છે તેથી તે દરમ્યાન તેની રચના થઈ છે. આ ગ્રંથ દંડનાયક વોસરી અને પ્રતિહાર ભોજદેવ માટે નિર્માણ કરવામાં આવ્યો હતો એવો ઉલ્લેખ તેની પુષ્પિકામાં છે. ૧. આ ગ્રંથની હસ્તલિખિત પ્રતિ જોધપુરના શ્રી કેશરિયા મંદિર સ્થિત ખરતરગચ્છીય જ્ઞાનભંડારમાં છે. આમાં કુલ ૨૧ પત્રો છે, શરૂઆતના ૨ પત્ર નથી, અને વચ્ચે વચ્ચે પાઠ પણ છૂટી ગયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy